लाइव

Gujarat News 16 March LIVE: આજે જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખ, 7-8 તબક્કામાં મતદાન થઈ શકે છે

ADVERTISEMENT

16 March Breaking News
15 March Breaking News
social share
google news

Gujarat News 16 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:25 AM • 16 Mar 2024
    Delhi Liquor Scam માં CM કેજરીવાલને મળી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. આજે તેઓ કોર્ટમાં હાજર થયા હતા. કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કેજરીવાલે Liquor Scam  કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો. કેજરીવાલને આજે કોર્ટમાં હાજર થવાનું હોય તેવા સમન્સ પર કોર્ટે કોઈ સ્ટે મુક્યો નથી. અરવિંદ કેજરીવાલ તરફથી બે વકીલો રમેશ ગુપ્તા અને રાજીવ મોહન હાજર રહ્યા છે.

  • 09:38 AM • 16 Mar 2024
    આજે જાહેર થશે ચૂંટણીની તારીખ

    આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 થી 20 એપ્રિલની વચ્ચે થઈ શકે છે.

  • 09:32 AM • 16 Mar 2024
    પીએમ મોદીએ દેશવાસીઓના નામે લખ્યો પત્ર

    PM Modi Letter: આગામી લોકસભા ચૂંટણીની તારીખો આજે બપોરે જાહેર થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. જેમાં પીએમ મોદી દ્વારા લખવામાં આવ્યું છે કે, મારા 140 કરોડના  પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે ટ્વિટર પર પત્રની તસવીર પણ શેર કરી હતી.

    Image

follow whatsapp

ADVERTISEMENT