પોષી પૂનમે અંબાજી સ્વર્ગ નગરી બન્યું, 3 લાખથી વધુ માઇ ભકતોએ માતાજીના કર્યા દર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપુત.અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આજે પોષી પૂનમ હોઈ શક્તિપીઠ અંબાજી ખાતે મંગળા આરતી સવારે છ વાગે કરવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારે આઠ વાગે અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં મહાશક્તિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યજમાનો હવનમાં જોડાયા હતા. અંદાજે 60 જેટલા યજમાનો મહા શક્તિ યજ્ઞમાં જોડામાં જોવા મળ્યા હતા. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સહયોગથી અંબાજી ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સવારે શક્તિદ્વારથી અંબાજી માતાજીની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગર ખાતે નીકળી હતી. માં અંબા વર્ષમાં એકવાર અંબાજી નગરની પરિક્રમા કરવા હાથી પર નીકળે છે. વહેલી સવારે 8:00 વાગે ગબ્બર ખાતેથી માતાજીની જ્યોત લાવ્યા બાદ અંબાજી મંદિર ખાતે માં અંબાની મૂર્તિ બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ શક્તિદ્વાર ખાતે માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળી હતી.

‘ધસતા’ જોશીમઠ પર મોટો નિર્ણય… તુરંત ખાલી થશે ડેંઝર ઝોન એરિયા, લોકોને ભાડે રહેવા પૈસા

આ પૂર્ણિમા શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખાય
ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સહયોગથી છેલ્લા 29 વર્ષથી માતાજીની શોભાયાત્રા પોષી પૂનમના દિવસે નીકાળવામાં આવે છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આજે પોષી પૂનમ હોઈ આ પૂર્ણિમા શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખાય છે અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરની ભોજન શાળામાં ભક્તો માટે વીના મૂલ્યે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે વહેલી સવારે મહાશક્તિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જે સાંજે 5:00 વાગે નારીયેળ હોમીને પૂર્ણાહુતી અપાઈ હતી. અંબાજી શક્તિ દ્વારથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ફૂલોની તોપ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રામાં 30 કરતાં વધુ ઝાંખી હતી. આ શોભાયાત્રામાં આદિવાસી નૃત્ય, શક્તિ સ્વરૂપ શાળાની વિદ્યાર્થિનીઓ, ઊંટ, હાથી, ઘોડા અને વિવિધ ટેબલો પણ જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

સોશ્યલ મીડિયાના ‘સાવજો’ જેલ ભેગાઃ વટ પાડવા રાજુલામાં સિંહોને પજવ્યા પછી કાયદાની સોટી વાગી- Video

અંબાજી મંદિર ખાતે અન્નકૂટ
આજે બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને અંબાજી મંદિરમાં માં અંબાના ગર્ભગૃહમાં 56 ભોગનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના નૃત્ય મંડપ પાસે શાકંભરી નવરાત્રી ચાલતી હોવાથી માતાજીને શાકભાજીનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. આજે ભક્તોને પ્રસાદ જગ્યા જગ્યાએ વહેંચવામાં આવ્યો હતો. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં પણ વિવિધ ભક્તો દ્વારા પ્રસાદ રૂપે વિવિધ વસ્તુઓ પણ આપવામાં આવી હતી. આજે સમગ્ર અંબાજી ભક્તિમય બની ગયું હતું અને અંદાજે 3 લાખ કરતા વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા મહાશક્તિ યજ્ઞમાં જોડાયા હતા અને અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પણ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઇ ભક્તોને તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબાજી નગરમાં માતાજીની શોભાયાત્રા નીકળી ત્યારે જગ્યા જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકર બપોરે અન્નકૂટ આરતી કરી હતી. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ સુનિલ અગ્રવાલ તેમજ સમિતિના સભ્યો સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આજે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં જાણીતા ગાયક જયકર ભોજક પણ દર્શન કરવા આવ્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

ગબ્બર બડે બાપુએ માતાજીની આરાધના કરી ભક્તોને આશિર્વાદ આપ્યા
અંબાજી ગબ્બરના જાણીતા સંત બડે બાપુ ગબ્બર ખાતે નવદુર્ગા મંદિરના મહંત તરીકે માતાજીની સેવા અર્ચના કરે છે. બડે બાપુ છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીના વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રીમાં પાણી પર અખંડ નવરાત્રી કરે છે. તેમના દ્વારા પણ માઈ ભક્તોને પોષી પૂનમની શુભકામના આપવામાં આવી હતી.

ગુજરાત AAPના નેતાઓ દિલ્હી પહોંચ્યા, આગામી ચૂંટણીને લઈ ઘડી રણનીતિ

અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
અંબાજી ખાતે પાંચ અને છ જાન્યુઆરીના રોજ રાત્રે માતાજીના ચારચાર ચોકમાં અંબાજીની 20 જેટલી શાળાઓના બાળકો દ્વારા નૃત્ય પ્રદર્શન પણ યોજાયું હતું. દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા અને તેમની ટીમ પણ સતત મોનિટરિંગ કરતી જોવા મળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT