ગુજરાતના પૂર્વ રાજ્યપાલ-કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલા બેનીવાલની તબિયત લથડી
Rajasthan Election 2023: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો મૂરતિયા નક્કી કરવામાં લાગ્યા છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં પાંચ યાદી જાહેર કરી…
ADVERTISEMENT
Rajasthan Election 2023: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો મૂરતિયા નક્કી કરવામાં લાગ્યા છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં પાંચ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલની ટિકિટ કપાઈ ગઈ છે.
ત્યારે કોંગ્રેસના નેતા કમલા બેનીવાલની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કમલા બેનીવાલની માલવીય નગર સ્થિત આવાસમાં તબિયત લથડી હતી. જેને લઈને પરિજનોની સૂચના પર ચિકિત્સકોની ટીમ તેમના આવાસ પર પહોંચી હતી અને તપાસ બાદ તેમને દવાઓ આપવામાં આવી હતી. દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો આવાસ પર પહોંચ્યા હતા.
96 વર્ષના કમલા બેનીવાલ 2009થી 2014ના વર્ષ દરમિયાન ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના ગવર્નર રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2003માં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પુત્ર આલોક બેનીવાલ પણ રાજકારણમાં છે અને આ વખતે રાજસ્થાનમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમની ટિકિટ કાપી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT