ગુજરાતમાં ચાંદીપુરા, મહારાષ્ટ્રમાં ઝિકા અને કેરળમાં નિપાહ... 3 રાજ્યોમાં 3 વાઈરસે મચાવ્યો હાહાકાર
Chandipura, Nipah and Zika Virus Cases: કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 32 લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે.
ADVERTISEMENT
Chandipura, Nipah and Zika Virus Cases: કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 32 લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ-અલગ વાયરસના એટેકના કારણે કેન્દ્રીય આરોગ્ય એજન્સીઓ હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેસની તપાસમાં, રોગચાળાને કાબૂમાં લેવા અને તકનીકી સહાય પૂરી પાડવામાં મદદ કરવા માટે બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
કેરળમાં એક છોકરાનું મોત
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, કેરળમાં 14 વર્ષના છોકરાનું મોત થયું છે. તેને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ હતો અને કોઝિકોડની હોસ્પિટલમાં સ્થાનાંતરિત થતા પહેલા તેને પેરીન્થાલમન્નાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની સલાહ આપી છે.
મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને પડોશમાં રહેતા લોકોના પરીક્ષણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ લોકોને ટ્રેસ કર્યા બાદ તેમને 12 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, આરોગ્ય મંત્રાલયના વન હેલ્થ મિશન હેઠળ એક બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમને કેસની તપાસ કરવા અને રોગચાળા સંબંધી કડીઓ ઓળખવામાં અને તકનીકી સહાય પૂરી પાડવામાં રાજ્યને ટેકો આપવા માટે તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો
ADVERTISEMENT
વાયરસના ઉચ્ચ જોખમની શ્રેણીમાં 101 લોકો
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે મૃતક છોકરાના છ મિત્રો અને 68 વર્ષના એક વ્યક્તિના સેમ્પલ નેગેટિવ મળ્યા છે. મંત્રીએ કહ્યું કે છ મિત્રો છોકરા સાથે સીધા સંપર્કમાં હતા, પરંતુ 68 વર્ષીય વ્યક્તિ સીધો સંપર્કમાં ન હતો. તેને તાવ હોવાથી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં, 14 વર્ષના છોકરાના સંપર્કમાં આવેલા 330 લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી 68 આરોગ્ય કર્મચારીઓ છે. તેમજ 101 લોકોને હાઈ-રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી સાતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક છોકરાના પરિવારમાં કોઈ પણ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.
નિપાહ વાયરસ શું છે?
નિપાહ ચેપનો પ્રથમ કેસ 1998-99માં નોંધાયો હતો. તે સૌપ્રથમ મલેશિયામાં કમ્પુંગ સુંગાઈ નિપાહ નામના સ્થળે જોવા મળ્યો હતો. અહીં 250 થી વધુ લોકો આ વાઈરસથી પ્રભાવિત થયા હતા. નિપાહનું સંક્રમણ મલેશિયામાં પ્રથમ વખત કેમ્પંગ સુંગાઈ નિપાહ નામના સ્થળે જોવા મળ્યું હતું અને તેથી તેનું નામ નિપાહ રાખવામાં આવ્યું હતું. નિપાહ વાયરસના ફેલાવા માટે ચામાચીડિયાને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. તે ચામાચીડિયા દ્વારા દૂષિત ફળો અથવા અન્ય ખોરાક દ્વારા મનુષ્યમાં ફેલાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ફળો અને શાકભાજીને ખાતા પહેલા તેને સારી રીતે સાફ કરો.
ADVERTISEMENT
ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો હાહાકાર
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 84 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 32 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આ વાયરસના વધતા સંક્રમણને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 18729 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી છે. અત્યાર સુધીમાં 1.16 લાખ કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે નિષ્ણાતો સાથે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી હતી.
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?
ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
આને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.
મુંબઈમાં ઝિકા વાયરસના 34 કેસ મળ્યા
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝિકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણે જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે વાયરસથી પ્રભાવિત જિલ્લાઓમાં દર 3 થી 5 કિલોમીટરના અંતરે કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં સર્વે કરશે. તાવના કેસો આવતા જ તેઓ તરત જ ઓળખ માટે લોહીના નમૂના લેશે. સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના લોહીના નમૂના લઈને ઝીકા વાઈરસની તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન ઝીકા વાયરસનો ચેપ ગર્ભ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
ઝિકા વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ઝિકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.
ઝિકા વાયરસ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પીળો તાવ પણ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ત્રણેય વાયરસ લગભગ સમાન છે. આ ત્રણેય વાયરસનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાથી શરૂ થયો હતો. ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.
ADVERTISEMENT