VLC Media Player Ban: BGMI બાદ સરકારે વધુ એક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મીડિયા પ્લેયર સોફ્ટવેર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર VLC મીડિયા પ્લેયરના પ્રતિબંધિત થવાની ખબર સામે આવી છે. રિપોર્ટ મુજબ, VideoLAN પ્રોજેક્ટના VLC મીડિયા પ્લેયર અને વેબસાઈટને સરકાર દ્વારા IT એક્ટ, 2000 અંતર્ગત પ્રતિબંધિત કરાયું છે. VLC મીડિયા પ્લેયર અને તેની વેબસાઈટ સેવાઓને લગભગ 2 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. આ મામલામાં કંપની અને સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. VLC મીડિયા વેબસાઈટ ખોલવા પર પ્રતિબંધનો મેસેજ દેખાઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા BGMIને પ્લે સ્ટોર પરથી હટાવાયું
જણાવી દઈએ કે સરકારે આ પહેલા લગભગ 350 ચાઈનીઝ એપને સુરક્ષાના કારણોસર ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. હાલમાં જ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI)ને પ્લે-સ્ટોર અને એપલની એપ પરથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ બાદ BGMIના સ્ટોરથી ગાયબ થતા પ્લેયર્સ પરેશાન થઈ ગયા હતા અને ટ્વિટર પર BGMI હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતું. બાદમાં સમાચાર એજન્સીએ BGMIના પ્રતિબંધની પુષ્ટિ કરી હતી.

ADVERTISEMENT

ટ્વીટથી મળી જાણકારી
આ પ્રતિબંધ પર કંપની અને સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. એક ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને આની જાણકારી આપી અને કહ્યું કે આ પ્લેટફોર્મ પર બે મહિના પહેલા જ પ્રતિબંધિત થઈ ગયું.

    follow whatsapp

    ADVERTISEMENT