આધાર કાર્ડને લઈ સરકારની ચેતવણી! આજે જ ઓનલાઈન કરો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન
આજે દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. સિમ કાર્ડથી લઈને દરેક નાના-મોટા કામ માટે આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં આધારની સેફ્ટી જરૂરી બની…
ADVERTISEMENT
આજે દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. સિમ કાર્ડથી લઈને દરેક નાના-મોટા કામ માટે આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં આધારની સેફ્ટી જરૂરી બની જાય છે, કારણ કે આધારનો દુરુપયોગ થવાની સંભાવના વધી રહી છે. આધાર દ્વારા મોટા બેંકિંગ ફ્રોડને અંજામ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેને તમામ આધાર કાર્ડ યુઝર્સે સ્વીકારવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ખરેખર, સરકાર તરફથી યુઝર્સને માસ્ક આધારનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પહેલો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ માસ્ક આધાર કાર્ડ શું છે?
માસ્ક આધાર કાર્ડ શું છે?
આ એક 12 અંકનો ID નંબર છે. તે કોઈપણ જોખમ વિના ગમે તેની સાથે શેર કરી શકાય છે. માસ્ક આધાર કોઈપણ યુઝરની પર્સનલ ડિટેલ્સ ઉજાગર કરતું નથી. આમાં આધાર કાર્ડની શરૂઆતના 8 આંકડા છુપાયેલા રહે છે. માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ માન્ય ગણાય છે. આનાથી છેતરપિંડીની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ..
કેવી રીતે ડાઉનલોડ કરવું માસ્ક આધારકાર્ડ?
– માસ્ક આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે અથવા તમે સીધા https://eaadhaar.uidai.gov.in/ની મુલાકાત લેવાની રહેશે.
– આ પછી તમારે 12 આંકડાનો આધાર નંબર નાખવો પડશે. ત્યારબાદ તમારે I want a masked Aadhaar ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.
– આ પછી કેપ્ચા વેરિફિકેશન કોડ નાખવો પડશે, જેનાથી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થશે.
– આ પછી તમારે OTP મોકલવો પડશે.
– આ પછી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે OTP એન્ટર કરવાનો રહેશે.
– આ પછી તમે ઈ-આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરી શકશો.
ADVERTISEMENT
ADVERTISEMENT