સરકારે ટાસ્ટફોર્સની કરી જાહેરાત: આ 8 સભ્યો પાલિતાણા વિવાદ ઉકેલશે
અમદાવાદ : જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ પાલીતાણા મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત બાદ આજે સભ્યોની પણ જાહેરાત…
ADVERTISEMENT
અમદાવાદ : જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ પાલીતાણા મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત બાદ આજે સભ્યોની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે. રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો પણ તેમાં સમાવેશ કરાયો છે.
પાલીતાણા મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે. ઉપરાંત રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમીન દફ્તર નિરિક્ષક, પાલીતાણાના ચિફ ઓફિસરનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રહેશે.
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણામાં મંદિરો અને દેરાસરના વિવાદ સહિત અનેક વિવાદો છે. જેના ઉકેલ માટે આ ટાસ્ક ફોર્સ કામ કરશે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય પહેલા જ લેવાઇ ચુક્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ સંવેતશીખર મુદ્દે ઝારખંડ સરકારને વિટો વાપરીને કેટલાક આદેશો આપ્યા છે. જેથી હાલ પુરતા જૈનોની મોટા ભાગની માંગણીઓ સંતોષાઇ ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT