iPhone અને iPad યુઝર્સ સાવધાન!, સરકારે આપી મોટી Warning
ભારત સરકારની એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ મોબાઈલ યુઝર્સ માટે એક ચેતવણી જાહેર કરી છે. ખરેખર, સરકારી એજન્સીએ કેટલીક વલ્નરબિલિટીને ડિટેક્ટ કરી છે, જે હેકર્સને iPhone અને iPad પર એટેક કરવામાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
CERT-In મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી
CERT-Inએ વલ્નરબિલિટીને ડિટેક્ટ કરી
હેકર્સ iPhone અને iPadને કરી શકે છે હેક
ભારત સરકારની એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ મોબાઈલ યુઝર્સ માટે એક ચેતવણી જાહેર કરી છે. ખરેખર, સરકારી એજન્સીએ કેટલીક વલ્નરબિલિટીને ડિટેક્ટ કરી છે, જે હેકર્સને iPhone અને iPad પર એટેક કરવામાં મદદ કરી શકે છે.
CERT-In એ આપી ચેતવણી
આ વલ્નરબિલિટીની મદદથી હેકર્સ iPhone અને iPad પરથી કોડ વગેરે એક્સેસ કરી શકે છે અને હેન્ડસેટમાંથી સેન્સેટિવ ડિટેલ્સની ચોરી કરી શકે છે. CERT-In એ 15 માર્ચે આ વિગતો શેર કરી હતી.
આ OS વર્ઝન પર મંડરાઈ રહ્યો છે ખતરો
આ વલ્નરબિલિટી iOS અને iPad OSના વર્ઝન 16.7.6 અથવા તેનાથી જૂના વર્ઝનમાં મળી આવી છે. આ વર્ઝન iPhone 8, iPhone 8 Plus, iPhone X માં જોઈ શકાય છે. તો iPad ના iPad 5th generation, iPad Pro 9.7-inch, અને iPad Pro 12.9-inch 1st generation માં iPad OS 16.7.6 અથવા તેનાથી જૂના વર્ઝનમાં જોવા મળે છે. CERT-In એ APPLEના iOS અને iPad OS માટે ચિંતા વ્યક્ત કરી છે અને બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે Severity Warning જાહેર કરી છે. હેકર્સ ડિવાઈસમાં એટેક કરીવા માટે બ્લૂટૂથનો વગેરેની મદદ લઈ શકે છે.
ADVERTISEMENT
ડિવાઈસને પ્રોટેક્ટ કરવા માટે શું કરવું?
CERT-In દ્વારા જણાવવામાં આવેલી વલ્નરબિલિટીથી હેન્ડસેટને પ્રોટેક્ટ કરવા માટે કેટલાક જરૂરી સ્ટેપને ફોલો કરી શકાય છે. જે બાદ યુઝર્સ સરળતાથી તેમના હેન્ડસેટને હેકર પ્રૂફ બનાવી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
સોફ્ટવેર અપડેટ કરો
વલ્નરબિલિટી અથવા કોઈ અન્ય સાયબર એટેકથી તમારા હેન્ડસેટને પ્રોટેક્ટ કરવા માટે જરૂરી છે કે હંમેશા ઓપરેટિંગ સિસ્ટમ (OS)ને અપ-ટુ-ડેટ રાખો. મેન્યુફેક્ચર હંમેશા લેટેસ્ટ સિક્યોરિટી ઈશ્યૂને ફિક્સ કરીને સિક્યોરિટી અપડેટ જાહેર કરે છે. આવી સ્થિતિમાં જો તમે સિક્યોરિટી એપડેટની સાથે ડિવાઈસને અપડેટ નહીં કરો, તો ડિવાઈસની સિક્યોરિટી વોલ નબળી થઈ જશે અને તમે તેનો શિકાર બની શકો છો.
ADVERTISEMENT
સિક્યોરિટી પેચને અપડેટ કરો
Apple તેના સિક્યોરિટી પેચમાં CERT-In દ્વારા જણાવવામાં આવેલા વેલ્નરબિલિટી નબળાઈઓને શોધી કાઢે છે અને તેને ઠીક કરવા માટે અપડેટ્સ જાહેર કરે છે. આ સિવાય સિક્યોર કનેક્શનનો ઉપયોગ કરવો જોઈએ. પબ્લિક પ્લેસ પર મળતા ફ્રી વાઈફાઈ વગેરેની અવગણના કરવી જોઈએ.
ADVERTISEMENT
અજાણ્યા સોર્સથી એપ ઈન્સ્ટોલ ન કરો
કોઈપણ એપ્લિકેશનને ઈન્સ્ટોલ કરવા માટે ફક્ત ઓથરાઈઝ્ડ પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરો. તેની અજાણ્યા સોર્સથી કોઈપણ એપ ઈન્સ્ટોલ ન કરો. અજાણ્યા સોર્સથી એપ ઈન્સ્ટોલ કરીને તમે હેકર્સના નિશાના પર બની શકો છો.
ADVERTISEMENT