Google ની મોટી કાર્યવાહી, પ્લે સ્ટોરમાંથી ડિલીટ કરી 2200 એપ્સ; જાણો કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ફેક લોન એપ્લિકેશન સામે ગૂગલની કાર્યવાહી
  • 2200 એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી
  • સંસદમાં નાણા રાજ્ય મંત્રીએ આપ્યો જવાબ 
Loan Apps નું નેટવર્ક ઈન્ટરનેટ પર વ્યાપકપણે ફેલાયેલું છે. એવી ઘણી નકલી લોન એપ્સ હાજર છે, જે લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ વસૂલે છે. કેટલાક કિસ્સાઓમાં આ ફેક લોન એપ્લિકેશન્સ જીવલેણ સાબિત થઈ છે. હકીકતમાં, દેવાની જાળમાં ફસાવને ઘણા ગ્રાહકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. યુઝર્સને આવી એપ્સથી બચાવવા માટે Google સમયાંતરે તેને પ્લે સ્ટોર પરથી હટાવતું રહે છે.

2200 એપ્સ કરી દૂર

કંપનીએ સપ્ટેમ્બર 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર  (Google Play Store) પરથી 2200 ફેક લોન એપ્લિકેશનોને દૂર કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફેક એપ્સને રોકવા માટે સરકારના પ્રયાસોની દિશામાં કંપનીએ આ પગલું ઉઠાવ્યું છે.

સરકારે આપી જાણકારી

સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે માહિતી આપી કે કેવી રીતે સરકાર RBI જેવી રેગ્યુલેટરી ઓર્થોરિટીઝ (Regulatory Authorities)ની સાથે મળીને આ લોન એપ્સનો સામનો કરવા માટે કામ કરી રહી છે. આઈટી મંત્રાલય (IT Ministry)ના જણાવ્યા અનુસાર, ગૂગલે એપ્રિલ 2021થી જુલાઈ 2022ની વચ્ચે 3500થી 4000 એપ્સનો રિવ્યુ કર્યો હતો.

2200 ફેક લોન એપને હટાવી દેવાઈ

આ પછી કંપનીએ પ્લે સ્ટોર પરથી 2200 એપ્સ હટાવી દીધી હતી. સપ્ટેમ્બર 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે ફેક લોન એપ સામે ગૂગલની કાર્યવાહી ચાલુ રહી. આ સમયગાળા દરમિયાન ગૂગલે પ્લે સ્ટોર પરથી 2200 ફેક લોન એપને હટાવી દેવામાં આવી છે. આ સાથે ગૂગલે પ્લે સ્ટોર પર લોન એપ્સને લઈને તેની પોલિસી પણ અપડેટ કરી છે.

તમે ફેક લોન એપથી કેવી રીતે બચી શકો?

– ઓનલાઈન વર્લ્ડમાં તમારી સાવધાની જ તમાને સુરક્ષિત રાખી શકે છે. તેથી યુઝર્સે કોઈપણ એપને ડાઉનલોડ કરતા પહેલા તેના વિશે સારી રીતે રિસર્ચ કરી લેવું જોઈએ.
– રિવ્યૂ ચેક કરવાની સાથે જ કંપની વિશે પણ જાણી લો.
– એપ્લિકેશન તમારી પાસેથી કઈ-કઈ પરવાનગીઓ માંગી રહી છે તેના પર પણ ધ્યાન આપો.
– હંમેશા સિક્યોર પેમેન્ટ ચેનલનો ઉપયોગ કરો અને તમારી પર્સનલ માહિતી શેર કરવાનું ટાળો.
– તમારી એપ્સ અને ડિવાઈસને હંમેશા અપડેટ રાખો.
– કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ફક્ત Google Play Store અથવા Apple App Store નો ઉપયોગ કરો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT