ગૂગલના CEO સુંદર પિચાઈને મળ્યો પદ્મભૂષણ, કહ્યું- ભારત મારા જીવનનો અમૂલ્ય હિસ્સો છે..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને યુએસમાં ભારતીય રાજદૂત દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે પિચાઈએ કહ્યું હતું કે, “ભારત મારો એક ભાગ છે અને હું જ્યાં પણ જાઉં છું તેને મારી સાથે લઈ જઉં છું.”

પરિવારના સભ્યોની હાજરીમાં પુરસ્કાર મળ્યો
Google CEOને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે. પદ્મ ભૂષણ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. મદુરાઈમાં જન્મેલા પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોમાં પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

ભારતના લોકોનો ખૂબ આભારી છું- સુંદર પિચાઈ
50 વર્ષીય પિચાઈએ યુ.એસ.માં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુ તરફથી એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું હતુ કે “હું આ અપાર સન્માન માટે ભારત સરકાર અને ભારતના લોકોનો ખૂબ આભારી છું. મને આકાર આપનારા દેશ દ્વારા આ રીતે સન્માનિત થવું અવિશ્વસનીય રીતે અર્થપૂર્ણ છે.” તેમણે વધુમાં કહ્યું કે “ભારત મારો એક ભાગ છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં તેને મારી સાથે લઈ જાઉં છું. હું આ સુંદર ઇનામને સુરક્ષિત રાખીશ.”

ADVERTISEMENT

સુંદર પિચાઈએ વધુમાં કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે એમનો ઉછેર એક એવા પરિવારમાં થયો જે શિક્ષણ અને જ્ઞાનને પ્રેમ કરે છે. મારા માતા-પિતાએ મારી રુચિઓ શોધવાની મને તકો મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં બલિદાન આપ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT