Amul સાથે જોડાયેલા પશુપાલકો માટે સારા સમાચાર, ફેટના ભાવમાં કર્યો વધારો

ADVERTISEMENT

Amul milk factory
Amul milk factory
social share
google news

અમદાવાદ બે દિવસ પહેલા અમૂલે ણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો પ્રતિ લિટર ભાવ વધારો ઝીંકયો હતો. ત્યારે અમૂલ ડેરી દ્વારા 21 ઓગસ્ટ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વર્ષે 60 કરોડ ચૂકવશે Amul
આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૭૪૦ થી વધારી ૭૬૦ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ ભાવ વધારાથી અમૂલ ડેરી, પશુપાલકોને માસિક ૭ કરોડ રૂપિયાથી વધુ ચૂકવશે, જે વાર્ષિક ૬0 કરોડ રૂપિયાથી વધુ થશે.

ગત વર્ષની સરખામણીએ ખોરાકના ભાવમાં થયો વધારો 
ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધેલ છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ ભેંસ દૂધના ૧.૨૪ થી ૧.૪૪ રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં ૦.૪૩ થી ૦.૪૫ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

ADVERTISEMENT

જૂન 2022માં 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો
Amul  ડેરીએ પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં 10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી હતી. ત્યારે  અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 730 થી વધીને 740 રૂપિયા થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  ફેબ્રુઆરી માસમાં  અમૂલ  ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT