ગોંડા ટ્રેન દુર્ઘટનામાં મોટી બેદરકારી: એક કલાક પહેલા ટ્રેકમાં ગરબડીની જાણ થઈ હતી, JEને પણ જાણ કરી હતી

Gujarat Tak

ADVERTISEMENT

Train Accident
Train Accident
social share
google news

UP Gonda Train Accident: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મોતીગંજ-ઝિલાહી રેલ્વે સ્ટેશન વચ્ચે પીકૌરા ગામ પાસે 18 જુલાઈના રોજ ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માતનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાના તપાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રેલવેના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી હતી ત્યાં ચાર દિવસથી ટ્રેક પર બકલિંગ થઈ રહ્યું હતું.

ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા 4નાં મોત

બકલિંગને કારણે 18મી જુલાઈના રોજ 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહેલી ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કુલ 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ ત્રણ એસી કોચ પાટા પર પલટી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ડિબ્રુગઢ એક્સપ્રેસની દુર્ઘટના પહેલા, ઝિલાહીના કીમેનનું કામ જોઈ રહેલા રેલવે કર્મચારીએ ફોન પર જૂનિયર એન્જિનિયરને રેલવે ટ્રેકના નબળા પડવાના ભય વિશે જણાવ્યું હતું.

તપાસ રિપોર્ટમાં કોની બેદરકારી સામે આવી?

વિભાગના અધિકારીઓએ ટ્રેક પર કોઈ સાવચેતી સંદેશ પોસ્ટ કર્યો ન હતો, જેના કારણે પૂરપાટ ઝડપે દોડી રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. રેલવે દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં લખનૌ રેલવે ડિવિઝન હેઠળના ઝિલાહી વિભાગના એન્જિનિયરિંગ વિભાગને આ અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે ટ્રેકનું ફાસ્ટનિંગ યોગ્ય નહોતું. મતલબ કે, ગરમીના કારણે ટ્રેક ફેલાતા ઢીલો થઈ ગયો હતો અને તેને યોગ્ય રીતે ઠીક નહોતો કરાયો.

ADVERTISEMENT

1 કલાક પહેલા ટ્રેક પર ફોલ્ટ શોધી કઢાયો હતો

દુર્ઘટનાના લગભગ એક કલાક પહેલા, મોતીગંજ-ઝિલાહી વચ્ચે ટ્રેક ફોલ્ટ શોધી કાઢવામાં આવ્યો હતો, તે પછી પણ ટ્રેક પર સાવચેતીનું બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું. જો સાવચેતીનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હોત તો ડિબ્રુગઢ એક્સપ્રેસ 70 કિમી પ્રતિ કલાકના બદલે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હોત અને આ અકસ્માત ન થયો હોત. આ દુર્ઘટના 18 જુલાઈના રોજ બપોરે 14:28 વાગ્યે થઈ હતી. મોતીગંજના સ્ટેશન માસ્ટરને 14:30 વાગ્યે માહિતી (સાવધાન મેમો) આપવામાં આવી હતી.

રેલવેના અનેક અધિકારીઓના નિવેદન લેવાયા

ટ્રેક ફોલ્ટ શોધી કાઢ્યા પછી, અધિકારીઓએ સ્થળ સુરક્ષા અને સાવચેતી બોર્ડ લગાવવાની તસ્દી લીધી ન હતી અને ડિબ્રુગઢ એક્સપ્રેસને તે જ ટ્રેક પર પૂર ઝડપે પસાર થવા દીધી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. નોર્થ ઈસ્ટર્ન રેલવેના 6 અધિકારીઓની એક ટીમે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઈલટ, મેનેજર, ઝિલાહી અને મોતીગંજના સ્ટેશન માસ્ટર્સ સહિત અનેક કર્મચારીઓના નિવેદન લીધા બાદ અને ઘટના સ્થળનું ટેકનિકલ નિરીક્ષણ કર્યા બાદ પોતાના અહેવાલમાં એન્જિનિયરિંગ આ ટ્રેન દુર્ઘટનામાં જિલાહી વિભાગની ખામી હોવાનું જાણવા મળ્યું છે.

ADVERTISEMENT

અકસ્માત સ્થળે ભેજ પણ જોવા મળ્યો હતો

ગોંડા, ડિબ્રુગઢ અને ગુવાહાટી (માલીગાંવ) ના 41 રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને લખનૌ ડીઆરએમ ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના નિવેદન નોંધ્યા બાદ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. અકસ્માત સ્થળે રેલવે ટ્રેકની આસપાસ પાણી ભરાયા હોવાની પણ ચર્ચા છે. ગઈકાલે 30 થી વધુ રેલ્વે કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. જે જગ્યાએ પાણી એકઠું થયું હતું ત્યાં કાંકરી અને માટી નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. એવું પણ શક્ય છે કે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેક નબળો થઈ ગયો હોય અને ટ્રેન પસાર થતી વખતે માટી અંદર ધસી ગઈ હોય, જે આ ટ્રેન દુર્ઘટનાનું કારણ બન્યું. જોકે, સંયુક્ત તપાસ ટીમના રિપોર્ટ બાદ જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT