જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહી પરંતુ બૌદ્ધ મઠ છે: બૌદ્ધ ધર્મગુરૂ હવે વિવાદમાં કુદ્યા
નવી દિલ્હી : જ્ઞાનવાપી મામલે હવે એક નવો જ નાટકીય વળાંક આવ્યો છે. બૌદ્ધ ધર્મના સંતો દ્વારા SC માં દાવો કરવામાં આવ્યો કે આ તેમનો…
ADVERTISEMENT
નવી દિલ્હી : જ્ઞાનવાપી મામલે હવે એક નવો જ નાટકીય વળાંક આવ્યો છે. બૌદ્ધ ધર્મના સંતો દ્વારા SC માં દાવો કરવામાં આવ્યો કે આ તેમનો મઠ છે. બૌદ્ધ ધર્મગુરૂએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરીને કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ કે મંદિર નથી પરંતુ બૌદ્ધ મઠ છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે અલ્હાબાદ હાઇકોર્ટે મોટો નિર્ણય આપતા ASI સર્વેને મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 21 જુલાઇએ વારાણસીના જિલ્લા જજે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો.
મુસ્લિમ પક્ષે પહેલા સુપ્રીમ કોર્ટમાં ત્યાર બાદ હાઇકોર્ટમાં ASI સર્વેના નિર્ણયને પડકાર્યો હતો. હવે આઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, ન્યાયહિતમાં ASI સર્વે જરૂરી છે. કેટલીક સરતો હેઠળ આ સર્વે કરાવવામાં આવે. જો કે આ મામલે એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બૌદ્ધ ધર્મે SC પહોંચીને દાવો કર્યો કે, આ તેમનો મઠ છે. બૌદ્ધ ધર્મગુરૂએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરીને કહ્યું કે, જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહી પરંતુ બૌદ્ધ મઠ છે.
બૌદ્ધ ગુરૂ સુમિત રતન ભંતેના અનુસાર દેશમાં તમામ મંદિરો છે જે બૌદ્ધ મઠ તોડીને બનાવવામાં આવ્યા છે. જ્ઞાનવાપીમાં મળી આવેલા ત્રિશુલ અને સ્વસ્તિક ચિન્હ બૌદ્ધ ધર્મના છે. કેદારનાથ કે જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ ગણાવાઇ રહ્યા છે. તે બૌદ્ધ ધર્મના સ્તુપ છે. જ્ઞાનવાપી ન મસ્જિદ છે કે ન તો મંદિર તે બૌદ્ધ ધર્મનો મઠ છે.
ADVERTISEMENT
સુમિત રનત ભંતેએ દેશમાં બૌદ્ધ મઠોના સંશોધન શરૂ કર્યા છે. તેઓએ કહ્યું કે, અમે નવું સંશોધન ચાલુ કર્યું છે કે, જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યા છે. તમામ મંદિરો અને મસ્જિદોને તેના મુળ સ્વરૂપે લાવવા જોઇએ. જ્યાં જ્યાં બૌદ્ધ મઠોનું સ્વરૂપ બદલી દેવામાં આવ્યું છે, તેને તેના મુળ સ્વરૂપે લાવવા જોઇએ. સુમિત રતને કહ્યું કે, બૌદ્ધ ધર્મને માનનારા લોકોની ઇચ્છા પણ આવી જ છે.
કેદારનાથ, બદ્રીનાથ અંગે પણ દાખલ કરશે અરજી
ભંતેએ કહ્યું કે, અમે કેદારનાથ,બદ્રીનાથ સહિત અન્ય મંદિરો અંગે પણ અરજી દાખલ કરીશું. સનાતન બૌદ્ધ ધર્મ સૌથી જુનો છે. જ્ઞાનવાપી અંગે તેમણે કહ્યું કે, ASI જો યોગ્ય રીતે સર્વે કરશે તો તે બૌદ્ધ મઠ હતો તે સાબિત થઇ જશે. ત્યાર બાદ તે બૌદ્ધ મઠ અમને સોંપી દેવો જોઇએ.
ADVERTISEMENT
સૌથી જુનો ધર્મ છે બૌદ્ધ ધર્મ
બૌદ્ધ ધર્મગુરૂના અનુસાર ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલા આવ્યો છે. જો કે બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલાનો છે. દેશમાં આંતરિક ફુટની જે પરંપરા શરૂ થઇ છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બૌદ્ધ મઠોનું પણ સર્વેક્ષણ કરીને તેમને બૌદ્ધ સમાજને પરત સોંપવો જોઇએ. જો યોગ્ય નિર્ણય થયો હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.
ADVERTISEMENT
ADVERTISEMENT