Global Hunger Index 2023: ભુખમરા બાબતે ભારતની સ્થિતિ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ કરતા પણ ખરાબ

ADVERTISEMENT

Globel Hunger index 2023
Globel Hunger index 2023
social share
google news

Global Hunger Index 2023: આજે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ઇશ્યું થયું છે જેમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે જે તેને એવી કેટેગરીમાં લાવે છે જ્યાં ભુખ અને ભુખમરીની સ્થિતિ ખુબ જ ગંભીર છે.

Global Hunger Index 2023: ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અથવા વૈશ્વિક ભૂખ સૂચકાંક 2023 માં ભારતની સ્થિતિ વધારે ખરાબ થઇ ચુકી છે. 125 દેશોની ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 111 મા સ્થાન પર આવી ગયું છે. એટલું જ નહી ભારતમાં સૌથી વધારે Child Wasting Rate અથવા બાલ કુપોષણની સ્થિતિ પણ દેખાઇ રહી છે અને તે 18.7 ટકા છે. ભારતની સ્થિતિ વર્ષ 2022 થી વધારે ખરાબ થઇ ગઇ છે અને ગત્ત વર્ષે આ સૂચકાંકમાં ભારત 107 મા સ્થાન પર હતું.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર ખુબ જ ખરાબ

આજે બહાર આવેલા આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 28.7 ટકા છે જે તેને એવી કેટેગરીમાં લાવે છે જ્યાં ભુખ અને ભુખમરીની સ્થિતિ ખુબ જ ગંભીર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI) ગ્લોબલ, રીઝનલ અને રાષ્ટ્રીય સ્તર પર ભુખને વ્યાપક રીતે માપવા અને ટ્રેક કરવાનું એક ટુલ છે.

ADVERTISEMENT

પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળની સ્થિતિ પણ ભારત કરતા સારી

ગ્લોબલ હંગર ઇન્ડેક્સના અનુસાર ભારતના અન્ય પાડોશી દેશોને જોતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ પણ તેના કરતા સારી સ્થિતિમાં છે. વૈશ્વિક ભૂખ સૂચકાંક 2023 માં પાકિસ્તાન 102 માં સ્થાન પર, બાંગ્લાદેશ 81 માં સ્થાન પર નેપાળ 69 સ્થાન પર અને શ્રીલંકા 60 મા સ્થાન પર છે.

ગત્ત વર્ષે કેન્દ્ર સરકારે ફગાવ્યો રિપોર્ટ

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટને ગત્ત વર્ષે અને તેને ગત્ત વર્ષે એટલે કે સતત 2 વર્ષ તેને ફગાવી દીધો હતો. મંત્રાલયે કહ્યું હતું કે, વૈશ્વિક ભૂખનો હિસાબ લગાવવા માટે માત્ર બાળકો પર કેન્દ્રીત માપ (મૈટ્રિક્સ) નો ઉપયોગ ન કરવામાં આવવો જોઇએ. મંત્રાલયે તેને ભૂખ માપવાની ખોટી પદ્ધતી ગણાવી હતી. જીએચઆઇ 2022 અંગે મંત્રાલયની તરફથી એવું પણ નિવેદન અપાયું હતું કે, ભુખની 4 પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં 3 બાળકોના સ્વાસ્થય પર આધારિત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT