પિતાનું PF ઉપાડવા ગયેલી યુવતીને HR મેનેજરે કહ્યું મને ખુશ કર પછી...
મુંબઇના બાંદ્રા ઇસ્ટમાં રહેતી એક યુવતીએ પોતાની પિતાની કંપનીના એચઆર મેનેજર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના પિતાનું 2015 માં નિધન થઇ ગયું હતું.
ADVERTISEMENT
મુંબઇના બાંદ્રા ઇસ્ટમાં રહેતી એક યુવતીએ પોતાની પિતાની કંપનીના એચઆર મેનેજર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના પિતાનું 2015 માં નિધન થઇ ગયું હતું. તેઓ પીએમમાં નોમિની છે પરંતુ હજી સુધી તેના પિતાનું પીએફ તેમને મળ્યું નથી.
બાંદ્રા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
બાંદ્રા ઇસ્ટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 23 વર્ષીય યુવતીએ બુધવારે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં મુંબઇમાં એક ખાનગી કંપનીના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો કે, તેના પિતાનું નિધન થઇ ચુક્યું છે. તેઓ તેના ભવિષ્ય નિધિ ચુકવણી માટે ઓફીસના ધક્કા ખાઇ રહી છે. કંપનીના એચઆર દ્વારા તેની સાથે અભદ્રતા કરવામાં આવી. તેણે સેક્સની ડિમાન્ડ કરી અને કહ્યું કે, જો તે સેક્સ માટે તૈયાર હોય તો પીએફ ચપટી વગાડતા જ મળી જશે પરંતુ જો તેવું નહી કરે તો પીએફ ક્યારે પણ નહી મળે.
પોલીસે એચઆર મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
પોલીસે હાલ તો યુવતીની ફરિયાદના આધારે કેસ દાખલ કરી લીધો છે. પોલીસ આક્ષેપની તપાસ કરી રહી છે. પોલીસ હજી સુધી આરોપીઓની ધરપકડ કરી નથી. તપાસ બાદ આગળની કાર્યવાહી થશે. પોલીસે કહ્યું કે, આ યુવતી પોતાની દાદી અને ભાઇ સાથે રહે છે. તેના માતા-પિતાના છુટાછેડા થઇ ગયા હતા. તેના પિતાનું 2015 માં નિધન થઇ ગયું હતું. ત્યારે તે માત્ર 15વ ર્ષની હતી. તેના પિતા જે કંપનીમાં કામ કરતા હતા, ત્યાં તેમણે પોતાની દિકરીને પોતાના પીએફ માટે નોમિની બનાવી હતી. તેને પીએફની રકમ 18 વર્ષની થાય ત્યારે મળવાની હતી.
ADVERTISEMENT
પીએફની રકમ માટે યુવતી લાંબા સમયથી હતી પરેશાન
ફરિયાદમાં 23 વર્ષીય પીડિતાએ કહ્યું કે, પીએફની રકમનો દાવો કરવા માટે અનેક ફોર્મ જમા કરાવવા છતા મને ભગવાન પ્રાપ્ત નથી થયા. તે માહિતી આપ્યા બાદ કે મારા પિતાની ફાઇલ કંપનીના પ્રબંધક પાસે છે, મારે વધારે સમય સુધી રાહ જોવી પડી. જ્યારે મે એચઆરનો સંપર્ક કર્યો તો તેમણે મારી પાસે સેક્સ્યુઅલ ફેવરની માંગ કરી હતી.
એચઆરની માંગના અનેક પુરાવા પણ રજુ કરાયા
પોલીસે કહ્યું કે, પીડિતાએ આ વાતચીતના પુરાવા એકત્ર કર્યા. એચઆર સાથે વાતચીતનો ઓડિયો વોટ્સએપ ચેટ બધુ જ તેણે પોલીસને સોંપ્યું અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરી. પોલીસે એચઆર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT