બોયફ્રેન્ડના પિતા સાથે યુવતીની આંખ મળી ગઈ, મોકો જોઈને બંને ઘરેથી ભાગી ગયા, 1 વર્ષે ક્યાંથી મળ્યા?
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પ્રેમિકા તેના પિતાના પ્રેમમાં પડી ગઈ હતી. એક દિવસ તક જોઈને બંને…
ADVERTISEMENT
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પ્રેમિકા તેના પિતાના પ્રેમમાં પડી ગઈ હતી. એક દિવસ તક જોઈને બંને એકસાથે ઘરેથી ભાગી ગયા. યુવતીના પરિવારજનોએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. એક વર્ષ બાદ બંને દિલ્હીથી શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે યુવતીના નિવેદનના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.
20 વર્ષની યુવતી BFના પિતા સાથે ભાગી
મળતી માહિતી મુજબ, કમલેશ તેના 20 વર્ષના પુત્ર સાથે કાનપુરના ચકેરી વિસ્તારમાં કામની શોધમાં આવ્યો હતો. કમલેશનો પુત્ર ઘર બનાવવાનું કામ કરતો હતો. દરમિયાન તેને ત્યાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ક્યારેક યુવતી તેને મળવા યુવકના ઘરે જતી હતી. જ્યારે પણ બોયફ્રેન્ડ ઘરે ન મળે ત્યારે યુવતીની તેના પિતા કમલેશ સાથે વાતચીત શરૂ થઈ.
પ્રેમીને મળવા આવતી અને પિતાના પ્રેમમાં પડી
ધીમે ધીમે યુવતી તેના પ્રેમીના પિતા કમલેશને પ્રેમ કરવા લાગી. પુત્રને આ અંગે કંઈ ખબર ન હતી. માર્ચ 2022માં યુવતી કમલેશ સાથે ભાગી ગઈ હતી. કમલેશનો દીકરો ઘરે હતો તેથી યુવતીના પરિવારજનોને તેના પર શંકા ન હતી. યુવતીના પરિજનોએ ચકેરી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસને યુવતી ક્યાં ગઈ તે અંગે કોઈ સુરાગ મળી શકી નથી.
ADVERTISEMENT
1 વર્ષથી પોલીસ શોધી રહી હતી
સ્થાનિક લોકો અને મજૂરોની પોલીસે પૂછપરછ કરી, જ્યાંથી તેમને યુવતી કમલેશના દીકરા સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું. એવામાં પોલીસને તેના પર શંકા ગઈને, જોકે તે ચકેરીમાં જ રહેતો હોવાથી પોલીસને તેની પૂછપરછ બાદ પણ કંઈ હાથ ન લાગ્યું. જોકે પોલીસે ત્યારે યુવકને તેના પિતા વિશે પૂછ્યું તો તે ગોળગોળ જવાબ આપવા લાગ્યો. એવામાં તેની કડક પૂછપરછ બાદ સર્વેલાન્સ ટીમની મદદથી જાણકારી મળી કે યુવકનો પિતા કમલેશ દિલ્હીમાં રહે છે.
દિલ્હીથી મળ્યા બંને
આ બાદ પોલીસ કમલેશની પૂછપરછ કરવા માટે દિલ્હી ગઈ. દિલ્હી પહોંચ્યા બાદ પોલીસને કમલેશના રૂમમાંથી જ ગુમ યુવતી મળી આવી હતી. જ્યારે યુવતીની પૂછપરછ કરી તો પોલીસ પણ દંગ રહી ગઈ. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. જે બાદ સ્ટેશન ઈન્ચાર્જે મીડિયાને જણાવ્યું કે, યુવતી પોતાના પ્રેમીના પિતા સાથે દિલ્હીમાં રહેતી હતી. તેમણે જણાવ્યું કે, યુવતી કમલેશ સાથે રહેવાની જીદ કરી રહી હતી. હાલમાં યુવતીનું મેડિકલ ચેકઅપ કરવા મોકલાઈ છે. જ્યારે કમલેશને પોલીસ સ્ટેશનમાં રખાયો છે. જોકે બંને પુખ્ત વયના છે એવામાં યુવતીના નિવેદનના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT