પ્રેમીને પ્રપોઝ કર્યા બાદ તરત જ યુવતીનું મોત, 100 ફૂટ ઉંચા પહાડ પરથી પટકાતા થયું મોત
નવી દિલ્હી : આ કપલની સાથે એવી દુર્ઘટના છે, જે કોઇને પણ વિચારતા કરી મુકે તેમ છે. એક યુવતીને તેના બોયફ્રેંડે પ્રપોઝ કર્યું હતું. ત્યાર…
ADVERTISEMENT
નવી દિલ્હી : આ કપલની સાથે એવી દુર્ઘટના છે, જે કોઇને પણ વિચારતા કરી મુકે તેમ છે. એક યુવતીને તેના બોયફ્રેંડે પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ તેનો અચાનક પહાડી પરથી પગ લપસ્યો અને તે 100 ફુટની ઉંચાઇથી નીચે પટકાઇ હતી. મામલો તુર્કીનો છે. 39 વર્ષની યેસિમ દેમિર પોતાના મંગેતર નિજામેટિન ગુરસુની સાથે જીવનની મહત્વની ક્ષણને કેદ કરવા પહાડી પર ગઇ હતી. તેણે ડુબતા સુરજની સાથે પોતાની તસવીર લીધી હતી. ત્યારે તેમનો પગ લપસ્યો હતો. ઘટના 6 જુલાઇએ થઇ હતી.
તેમણે પોતાના પતિએ તેમને પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ ભોજન અને ડ્રિંક્સ લેવા માટે પોતાની ગાડી સુધી ગઇ હતી. ત્યારે તેને અચાનક જોરથી કોઇની બુમ સંભળાઇ હતી. ગુરસુ દોડતા પરત આવ્યો તો જોયું કે તેની ભાવિ પત્ની નીચે પડેલી હતી. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બંન્ને સગાઇ કરવા માટે પહાડનું આ સ્થાન પસંદ કર્યું હતું. કારણ કે તેમને આ રોમાંટિક સ્થળ લાગ્યું હતું. ગુરસુએ કહ્યું કે, અમે પ્રપોઝલ બાદ આ રોમાન્ટિક યાદગીરી માટે પસંદગી કરી હતી. અમે થોડો દારૂ પીધો. બધુ જ અચાનક થઇ ગયો. તેનું બેલેન્સ બગડ્યું અને તે ગબડી પડી.
જ્યારે યેસિમ પહાડપરથી નીચે પડી ત્યાર બાદ પણ તે જીવીત હતી. તેના થોડા સમય બાદ તેનું મોત થઇ ગયું હતું. ગુરસુ મદદ માટે બુમો પાડતો રહ્યો. 45 મિનિટ સુધી યેસિમની સારવાર ચાલી અને તેને મૃત જાહેર કરવામાં આવી હતી. યેસિમના મિત્રોનું કહેવું છે કે, આ દુર્ઘટના થઇ ત્યાં અનેક લોકો સનસેટ જોવા જાય છે. જો કે રસ્તો ખુબ જ ખરાબ છે. પહાડ પર બચાવ માટેના કોઇ જ સાધન નથી. અહીં ફેંસ કે અન્ય કોઇ સુવિધા નથી. યેસિમના મોત બાદ પહાડ પર લોકોનું આવન જાવન બંધ કરી દેવામાં આવ્યું. તંત્ર તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT