ગિફ્ટ સિટીમાં કોને મળશે દારૂ વેચવાની અને પીવાની છૂટ? વાંચો તમારા તમામ સવાલોના જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

gift city liquor permission : ગિફ્ટ સિટીમાં દારૂ છુટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના નિર્ણય બાદ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થતાં 17 જેટલા મુદા સ્પષ્ટતા સામે આવી છે.

વાંચો તમારા તમામ સવાલોના જવાબ

-લિકર પિરસનાર હોટેલ, ક્લબોએ FL3 લાયસન્સ લેવુ પડશે
– લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ-વેચાણના હિસાબ રાખવા પડશે
– સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ રાખવુ પડશે
– ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે
– અધિકૃત મુલાકાતીઓજ દારૂનું સેવન કરી શકશે
– 21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે
– અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે
– દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય
– પરમીટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે

ADVERTISEMENT

ADVERTISEMENT

જાણો શું છે નિયમ ?

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ”વાઈન એન્ડ ડાઈન” સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

ADVERTISEMENT

કર્મચારીઓ અને માલિકોને પણ અપાશે પરમિટ

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લિકર એકસેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

48 કલાકમાં 107 નવા સભ્યો નોંધાયા

ગાંધીનગર સ્થિત ગુજરાત ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી)માં દારૂ પીવાની પરવાનગી મળ્યા બાદ અહીંની ક્લબમાં સભ્યપદ મેળવવાની હરીફાઈ ચાલી રહી છે. ક્લબમાં મેમ્બરશિપ લેવા માટે હજારો કોલ આવી રહ્યા છે, તો બીજી તરફ દારૂબંધી હટાવ્યાના 48 કલાકમાં ગિફ્ટ સિટી ક્લબના સભ્યોની સંખ્યામાં 107 નવા લોકો જોડાયા છે. ગિફ્ટ સિટીના સભ્ય બનવા માટે, ફી 7 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT