PUNJAB ની જેલમાં ગેંગવોર: મુસેવાલા હત્યાકેસના 2 આરોપીઓનાં મોત
પંજાબ: તરનતારન જેલમાં ગેંગ વોર, સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતા…
ADVERTISEMENT
પંજાબ: તરનતારન જેલમાં ગેંગ વોર, સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતા ડીએસપી જસપાલ સિંહ ધિલ્લોને જણાવ્યું કે, પંજાબ ગોઇંદવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રૈયા નિવાસી દુરાન મનદીપ સિંહ તુફાન અને બુધલાડા નિવાસી મનમોહન સિંહ મોહનાનું મોત થયું હતું. ભટિંડાના રહેવાસી કેશવને તરનતારનની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના આરોપીઓ તરનતારન જેલમાં બંધ
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગ વોર સામે આવી છે. જેમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા. જ્યારે એક ઘાયલ થયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે તરનતારનના ગોઇંદવાલની સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓ એકબીજા સાથે અથડાયા હતા. આ દરમિયાન ઘણા આરોપીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બે ગેંગસ્ટરના મોત થયા હતા. જેઓ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના આરોપી હતા.
મનદીપ અને મનમોહન નામના આરોપીઓના મોત નિપજ્યાં
માહિતી આપતા ડીએસપી જસપાલ સિંહ ધિલ્લોને જણાવ્યું કે, પંજાબ ગોઈંદવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં રૈયા નિવાસી દુરાન મનદીપ સિંહ તુફાન અને બુધલાડા નિવાસી મનમોહન સિંહ મોહનાનું મૃત્યુ થયું હતું. ભટિંડાના રહેવાસી કેશવને સિવિલ હોસ્પિટલ તરનતારનમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી.
ADVERTISEMENT
ગોલ્ડીબ્રાર હાલ તિહાર જેલમાં બંધ છે
ગોલ્ડી બ્રાર તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. તેણે તેના મિત્ર વિકી મિદુખેડાના મોતનો બદલો લેવા માટે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મિદુખેડાની 2021માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગનું માનવું હતું કે, સિદ્ધુ મુસેવાલાએ વિકી મિદુખેડાના હત્યારાઓને આશ્રય આપ્યો હતો.
ADVERTISEMENT