UPમાં વધુ એક એન્કાઉન્ટરઃ ગોરખપુરના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયને STFએ માર્યો ઠાર, પોલીસે રાખ્યું હતું 1 લાખનું ઈનામ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Gorakhpur gangster Vinod Upadhyay:  ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયને એક એનકાઉન્ટમાં ઠાર માર્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

ઉપાધ્યાયે બનાવી હતી એક ગેંગ

તમને જણાવી દઈએ કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની એક સંગઠિત ગેંગ બનાવી હતી. તેણે અત્યાર સુધીમાં ગોરખપુર, બસ્તી, સંતકબીરનગરસ, લખનઉમાં અનેક હત્યાને અંજામ આપ્યો હતો. વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર STF હેડક્વાર્ટરના ડેપ્યુટી એસપી દીપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

વિનોદ ઉપાધ્યાય વિરૂદ્ધ ગોરખપુર, બસ્તી અને સંત કબીર નગરમાં 35 કેસ નોંધાયેલા હતા, પરંતુ તેમાંથી એક પણ કેસમાં તેને સજા થઈ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે વહેલી સવારે જ્યારે STFની ટીમે તેને ઘેરી લીધો ત્યારે તેણે બચવા માટે ફાયરિંગ કર્યું.

STF ટીમ પર વહેલી સવારે કર્યું ફાયરિંગ

તેણે STF ટીમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને ગોળી વાગી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે.

7 મહિનાથી શોધી રહી હતી ટીમ

STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 મહિનાથી ઉપાધ્યાયને શોધી રહી હતી. વિનોદ ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ 10 લિસ્ટમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પુરવાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT