BPL કાર્ડ ધારક ચોકીદારના નામે 10 કરોડની જમીન, અતીકની બેનામી સંપત્તિનો પર્દાફાશ
દિવ્યેશ સિંહ.નવી દિલ્હીઃ હવે ગેંગસ્ટર અતીક અહેમદની બેનામી સંપત્તિને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે. આવકવેરા વિભાગની બેનામી પ્રોપર્ટી ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચને જાણવા મળ્યું છે કે…
ADVERTISEMENT
દિવ્યેશ સિંહ.નવી દિલ્હીઃ હવે ગેંગસ્ટર અતીક અહેમદની બેનામી સંપત્તિને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે. આવકવેરા વિભાગની બેનામી પ્રોપર્ટી ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચને જાણવા મળ્યું છે કે તેણે તેની સાથે કામ કરતા નજીકના સહયોગીના ચોકીદારના નામે મિલકત પણ ખરીદી હતી. આવકવેરા વિભાગની બેનામી તપાસ શાખાએ મોહમ્મદ અશરફ માટે ચોકીદાર તરીકે કામ કરતા સૂરજ પાલના નામે ખરીદેલી જમીનના અનેક પ્લોટના કનેક્શન્સને લઈ આદેશો જારી કર્યા છે. જણાવી દઈએ કે મોહમ્મદ અશરફ ગેંગસ્ટર અતીક અહેમદનો નજીકનો સહયોગી અને જમણો હાથ હતો. આ મિલકતો અતિક અહેમદે મોહમ્મદ અશરફના ચોકીદાર તરીકે કામ કરતા સૂરજ પાલના નામે ખરીદી હતી.
જેના નામે કરોડોની મિલકત બીપીએલ કાર્ડ ધારક હોવાનું બહાર આવ્યું
આશ્ચર્યની વાત એ છે કે સૂરજ પાલ કે જેમના નામે લાખો નહીં કરોડોની સંપત્તિ છે, તે બીપીએલ (ગરીબી રેખા નીચે) કાર્ડ ધારક છે. પ્રયાગરાજના અલગ-અલગ ગામોમાં તેના નામે 10 કરોડ રૂપિયાથી વધુના પ્લોટ છે. આવકવેરા અધિકારીઓને એ પણ જાણવા મળ્યું છે કે સૂરજ પાલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કરોડોની કિંમતની આવી 42 જેટલી જમીનનો નિકાલ કર્યો હતો. આવકવેરા વિભાગના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે સૂરજ પાલે નિયમિતપણે આઈટી રિટર્ન ફાઈલ કર્યું હતું અને મિલકતોના ભાડામાંથી તેની આવક દર્શાવી હતી. આ પહેલા પણ તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હતી કે અતીક અહેમદે તહસીલ સદરના કથુલા ગૌસપુર ગામમાં એક ગરીબ વ્યક્તિના નામે 23 હજાર 447 ચોરસ મીટર જમીન ખરીદી હતી. હાલમાં માફિયા અતીકની બેનામી સંપત્તિ ₹12 કરોડ 42 લાખ 69 હજારની છે.
Asia Cup 2023: ભારતની ઐતિહાસિક પહેલ, BCCI ના અધિકારીઓ પાકિસ્તાન જશે
શાઇસ્તા અને ઝૈનબનો મિલકત વેચીને વિદેશ ભાગી જવાનો પ્રયાસ
જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કેલ્વિન હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી બંને ભાઈઓની પત્ની ગુમ છે. પોલીસે શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરી છે. પોલીસને એવી માહિતી પણ મળી હતી કે અતીક અહેમદની પત્ની શાઇસ્તા અને અશરફની પત્ની ઝૈનબ ફાતિમા હવે પૈસાની તંગી હોવાથી બેનામી સંપત્તિ વેચવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
બેનામી સંપત્તિ વેચવા બદલ વકીલની ધરપકડ કરવામાં આવી
ભૂતકાળમાં યુપીની રાજધાની લખનઉમાં માર્યા ગયેલા માફિયા ડોન અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બેનામી સંપત્તિને લઈને ઘણા મોટા ખુલાસા થયા હતા. પોલીસે આરોપી વકીલ પાસેથી 12 કરોડ રૂપિયાની સંપત્તિના કાગળો કબજે કર્યા હતા. જોકે, વિજય મિશ્રા સાથે હોટલમાં હાજર અશરફની પત્ની ઝૈનબ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહી હતી. રિપોર્ટ અનુસાર, શાઇસ્તા અને ઝૈનબને લખનૌમાં જે બેનામી પ્રોપર્ટીની ડીલ થવાની હતી તેનામાંથી 12 કરોડ રૂપિયા મળવાના હતા. વકીલ વિજય મિશ્રાનો અસલી ઉદ્દેશ્ય એ રકમ ઝૈનબ અને શાઇસ્તા સુધી પહોંચાડવાનો હતો. પોલીસને એવી માહિતી પણ મળી હતી કે આ રકમની મદદથી અશરફ અને અતીકની પત્ની વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે.
કરોડોની મિલકત પર બુલડોઝર ફર્યું
જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં અતીક અહેમદની મોટાભાગની ગેરકાયદેસર મિલકતો કાં તો જપ્ત કરવામાં આવી છે અથવા તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે. યુપી પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, અતીક અહેમદની લગભગ 1169 કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાં તો ડિમોલિશ કરવામાં આવી છે અથવા તેને જપ્ત કરવામાં આવી છે. જેમાં વહીવટીતંત્રે 417 કરોડની મિલકતનો કબજો મેળવી લીધો છે અને અંદાજે 752 કરોડની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT