રશિયન સેનામાં બિનકાયદેસર નેપાળી ગોરખાને મોકલતી ગેંગનો પર્દાફાશ, યુક્રેનમાં યુદ્ધ લડતા 6 ના મોત

ADVERTISEMENT

Gorkha's in Russian Army
Gorkha's in Russian Army
social share
google news

નેપાળ : પોલીસે એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ લોકોને મજબુર કરીને અથવા લલચાવી અને ફોસલાવીને રશિયા મોકલતી હતી. જેથી યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન સેના વતી નેપાળી લોકોને લડાવી શકાય. પોલીસના અનુસાર રશિયન સેનામાં ભરતી માટે નેપાળી નાગરિકો (ગોરખા) કથિત રીતે બિનકાયદેસર રીતે રશિયા મોકલવામાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં તમામ 12 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

રશિયામાં રહેવાનું વચન આપીને બેરોજગાર યુવાનોને મોકલતા હતા

અધિકારીઓના અનુસાર પકડાયેલા તમામ 10 આરોપીઓ વીઝાનું વચન આપીને બેરોજગાર યુવાનો પાસેથી મોટી રકમ વસુલવાનો આરોપ છે. ત્યાર બાદ તે લોકો રશિયન સેનામાં બિનકાયદેસર રીતે ભરતી કરાવતા હતા. કાઠમાંડૂની જિલ્લા પોલીસે કહ્યું કે, રશિયન સેનામાં ભર્તી કરાવવા માટે આ ગેંગ વિજિટર વીજા તથા અન્ય દસ્તાવેજોની વ્યવસ્થા કરવા માટે દરેક વ્યક્તિ પાસેથી 7 થી 11 લાખ રૂપિયા વસુલતી હતી.

છ નેપાળી નાગરિકોનાં યુદ્ધ દરમિયાન નિપજ્યાં મોત

સુત્રોએ જણાવ્યું કે, નેપાળ પોલીસે રશિયા-યુક્રેન યુદ્ધમાં છ નેપાળી નાગરિકો ઠાર મરાયા બાદ માનવ તસ્કરીની સંભવિત ઘટનાઓ વિરુદ્ધ પગલા ઉઠાવવામાં આવ્યા સુત્રોએ જણાવ્યું કે, નેપાળ સરકારે રશિયાથી પોતાની સેનામાં નેપાળી નાગરિકોની ભરતી નહી કરવાનો પણ આગ્રહ કર્યો છે.

ADVERTISEMENT

રશિયાએ નેપાળી ભાડાના સૈનિકોનો ઉપયોગ કર્યો

આ અઠવાડીયાની શરૂઆતમાં નેપાળ સરકારે રશિયાથી નેપાળી ભાડાના સૈનિકોનો ઉપયોગ બંધ કરવા અને સેવારત કોઇ પણ વ્યક્તિને પરત ઘરે મોકલવાનો આગ્રહ કર્યો હતો. આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું જ્યારે યુક્રેનમાં યુદ્ધના મોરચે છ નેપાળી નાગરિકોના મોત થયા છે. જ્યારે એક અન્ય નેપાળીને યુક્રેનની સેનાએ પકડી લીધો છે.

આવી બીજી ગેંગ પણ સક્રિય હોવાની શક્યતા

કાઠમાંડુ જિલ્લા પોલીસ પ્રમુખ ભૂપેન્દ્ર ખત્રીએ કહ્યું કે, ગુપ્ત માહિતી બાદ ગત્ત થોડા દિવસોમાં 10 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખત્રીએ રોયટર્સ સમાચાર એજન્સીને જણાવ્યું કે, અમે આ મામલે સરકારી વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને તેમને કોર્ટમાં રજુ કરીશું. તેમણે તે નથી જણાવ્યું કે, તેઓ કોર્ટમાં ક્યારે રજુ થશે.

ADVERTISEMENT

વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા વસુલવામાં આવ્યા

ખત્રીએ કહ્યું કે, પકડાયેલા લોકોએ બિનકાયદેસર રીતે પ્રત્યેક વ્યક્તિ સાથે 9 હજાર ડોલર સુધી વસુલ્યા અને તેમને મુખ્ય રીતે સંયુક્ત અરબ અમીરાતના માધ્યમથી વિઝીટર વિઝા પર રશિયા મોકલ્યા. પછી તેમને રશિયા સેનામાં દાખલ કરવામાં આવ્યા. ખત્રીએ કહ્યું કે, આ માનવ તસ્કરી સંગઠીત અપરાધનો મામલો છે. રશિયાએ પોતાના આક્રમકના વિસ્તારને જોતા યુક્રેનમાં સૈનિકોની તહેનાતી માટે અલગ અલગ સ્થળોથી માંગ કરી છે. ગત્ત અઠવાડીયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા સેનાની સાઇઝને 15 ટકા સુધી વધારનારા એક ડિક્રી પર હસ્તાક્ષર કર્યા.

ADVERTISEMENT

રશિયા પાસે વળતરની માંગ કરવામાં આવી

ચીન અને ભારત વચ્ચે સ્થિતિ નેપાળે જીવ ગુમાવનારા નેપાળી નાગરિકોના પરિવાર માટે રશિયાથી વળતરની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળી સૈનિક પોતાના સાહસ અને યુદ્ધ કૌશલ માટે પ્રસિદ્ધ છે. તેમને ગોરખાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે 1947 માં એક ત્રિપક્ષીય સમજુતીના માધ્યમથી ભારતને આઝાદી મળ્યા બાદ બ્રિટીશ અને ભારતીય સેનામાં સેવા આપી છે. જો કે રશિયાની સાથે એવી કોઇ જ સમજુતી નથી.

નેપાળી મોટા પ્રમાણમાં વિદેશ જવા માટે પ્રયાસો કરે છે

મોટા પ્રમાણમાં નેપાળી જીવિકોપાર્જન માટે વિદેશમાં રોજગારની શોધ કરે છે અને નેપાળની અર્થવ્યવસ્થામાં મોટી મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. વર્લ્ડ બેંકના અનુસાર બહાર રહેતા નેપાળી લોકો દ્વારા પોતાના દેશ મોકલવામાં આવતા પૈસા ગત્ત વર્ષે જીડીપીના લગભગ ચોથોભાગ હતો. જે વિશ્વ સ્તર પર નવમાં ઉચ્ચતમ સ્થાન પર હતો.

    follow whatsapp

    ADVERTISEMENT