ગંગા વિલાસ ક્રૂઝ નદીમાં અધવચ્ચે ફસાયું, લાખોની ટિકિટ લઈને જતા પ્રવાસીઓને બોટમાં કિનારે લવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર: વારાણસીથી ડિબ્રૂગઢ જવા માટે રવાના થયેલું ગંગા વિલાસ ક્રૂઝ બિહારના છપરામાં ફસાઈ ગયું છે. ડોરીગંજ વિસ્તારમાં નદીમાં પાણી ઓછું હોવાના કારણે ક્રૂઝ કિનાર લઈ જવામાં મુશ્કેલી આવી રહી હતી. જાણકારી મળતા જ પ્રશાસન એલર્ટ થઈ ગયુ અને નાની બોટની મદદથી પ્રવાસીઓને કિનારે લઈ જવામાં આવ્યા અહીં તેમને ચિરાંદમાં પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો બતાવવામાં આવ્યા હતા.

ગંગાના કીનારે પાણી ઘટી જતા બોટ ફસાઈ
નદીમાં પાણી ઓછું હોવાના કારણે અધવચ્ચે જ ક્રૂઝનું લંગર નાખીને નાની બોટમાં જર્મની અને સ્વિત્ઝરલેન્ડના પ્રવાસીઓને કિનારા સુધી લઈ જવામાં પડ્યા હતા. તમામ પેસેન્જરોને ચિરાંદ લઈ જવાના હતા અને ક્રૂઝના આગમન માટે તૈયારીઓ પણ થઈ ગઈ હતી, જોકે કિનારેથી થોડે દૂર જ ક્રૂઝ અટકી ગયું. બિહારમાં ગંગા તટો પર આગળ પણ આ પ્રકારની ઘટના બને તેવી આશંકા છે કારણ કે ઘણી જગ્યાઓ પર ક્રૂઝના હિસાબથી ઊંડું પાણી નથી.

ADVERTISEMENT

નાની બોટની વ્યવસ્થા કરવામાં આવી
ચિરાંદ છપરાનું મહત્વપૂર્ણ પૂરાતત્વ સ્થળ છે. છપરાના સીઓ સતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ચિરાંદમાં પ્રવાસીઓને લાવવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટ પર એસડીઆરએફની ટીમ તૈનાત છે જેથી કોઈ પ્રકારની અપ્રિય સ્થિતિ પર તરત જ એક્શન લઈ શકાય. તેમણે કહ્યું કે, પાણી ઓછું હોવાના કારણે ક્રૂઝને કીનારા પર લાવવામાં મુશ્કેલી આવી રહી છે, આથી નાની બોટ દ્વારા પ્રવાસીઓને લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એક દિવસનું રૂ.25 હજાર ભાડું રાખવામાં આવ્યુ છે
નોંધનીય છે કે, ગંગા વિલાસ ક્રૂઝ પર હાલમાં જર્મની અને સ્વિત્ઝરલેન્ડના 31 પ્રવાસીઓ સવાર છે. આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિમીની મુસાફરી કરીને વારાણસીથી દિબ્રૂગઢ પહોંચશે. આ ક્રૂઝનું એક દિવસનું ભાડું 25 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે. અને સંપૂર્ણ ટ્રિપ માટે 12.59 લાખ રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT