ગાંધીધામથી પિયર ગયેલી પરિણીત દીકરીનું પિતાએ ગળું કાપીને સળગાવી નાખી, હત્યાનો હચમચાવતો કિસ્સો
Father Kills Daughter: રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંકશન વિસ્તારમાં એક પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી નાખી. આ પછી મૃતદેહને પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવ્યો. આ…
ADVERTISEMENT
Father Kills Daughter: રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંકશન વિસ્તારમાં એક પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી નાખી. આ પછી મૃતદેહને પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવ્યો. આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પિતા સામે કાર્યવાહી શરૂ કરી છે.
દીકરીની હત્યા કરીને પેટ્રોલથી લાશ સળગાવી દીધી
મળતી માહિતી મુજબ, આ ઘટના સિરિયારી પોલીસ સ્ટેશન વિસ્તારની બહારના કડુ ગામમાં બની હતી. અહીં પિતાએ તિક્ષ્ણ હથિયાર વડે દીકરીની હત્યા કરી નાખી. આ પછી તેણે મૃતદેહને પેટ્રોલથી સળગાવી દીધો અને ભાગી ગયો. જ્યારે પસાર થતા લોકોએ અડધી બળેલી લાશ જોઈ ત્યારે તેમણે સિરિયારી પોલીસ સ્ટેશનના અધિકારી અને ઔવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નરપત સિંહને જાણ કરી.
પિતાએ કેમ કરી દીકરીની હત્યા?
માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. મૃતદેહની ઓળખ કચ્છના ગાંધીધામ ખાતે રહેતા રમેશ મેઘવાલની 27 વર્ષીય પત્ની નિરમા તરીકે થઈ હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ શા માટે પુત્રીની હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પરિજનોએ પોલીસને જણાવ્યું કે મેઘવાલનું માનવું છે કે મોટી દીકરી નિરમા પરિવારમાં થતા ઝઘડાનું કારણ હતી.
ADVERTISEMENT
જંગલમાં લઈ જઈને ગળું કાપી નાખ્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી શિવલાલ તેના પુત્ર માટે છોકરી શોધવાના બહાને પુત્રી નિરમાને સાથે લઈ ગયો હતો. તેની નાની બહેનની વિનંતી પર, નિરમા તેના પુત્ર સાથે પિતાના બાઇક પર બેઠી હતી. જેતપુરા ચારરસ્તા પર શિવલાલે બહાનું કાઢીને નાની દીકરીને દીધી અને નિરમાને સાથે લઈને ચાલ્યો ગયો. આગળ જંગલમાં જઈને નિરમાનું ગળું કાપી નાખ્યું, જેના કારણે પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી લાશને પેટ્રોલથી સળગાવી દીધી હતી.
ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો
ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપી શિવલાલ જેતપુરા ચારરસ્તા પર પાછો ફર્યો અને તેના લોહીથી ખરડાયેલા હાથ ધોવા લાગ્યો. તેની નાની દીકરીએ આ અંગે પૂછતાં તે ડરી ગયો હતો અને બાઇક લઇને ભાગી ગયો હતો. લોકોએ જંગલમાં અડધી બળેલી લાશ જોઈને પોલીસને જાણ કરી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓળખાણ કરાવી. આ પછી, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT