ભારતથી ભાગીને કેનેડામાં છુપાયેલા વધુ એક ગેંગસ્ટરની હત્યા, ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહનો રાઈટ હેન્ડ હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Canada-India Relation: ભારતમાંથી ભાગી ગયેલા વધુ એક ગેંગસ્ટરની કેનેડાના વિનીપેગ શહેરમાં હત્યા કરવામાં આવી છે. પંજાબમાંથી ભાગીને કેનેડામાં બેઠેલા A કેટેગરીના ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપી સુખા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલાનો જમણો હાથ હતો અને NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુખા પણ કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો દ્વારા ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો.

2017માં કેનેડા ભાગ્યો હતો સુખા

સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે 2017માં કેનેડા ભાગી જવા માટે બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું, જ્યારે તેની સામે સાત ગુનાહિત કેસ નોંધાયા હતા. પોલીસ સાથે મીલીભગત કરીને તેણે કેનેડાના વિઝા મેળવ્યા હતા. ડુનેકે સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબ પોલીસના બે કર્મચારીઓ પર તેની મદદ કરવાનો આરોપ હતો, બાદમાં મોગા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ગત મહિને ખાલિસ્તાની નેતાની કરાઈ હતી હત્યા

તમને જણાવી દઈએ કે ગયા મહિને કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અહીં, બે નકાબધારી બંદૂકધારીઓએ સરે સ્થિત ગુરુદ્વારાના પાર્કિંગ સ્પેસ પાસે નિજ્જરને ગોળી મારી હતી. તેમની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT