અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીએ સુષ્મા સ્વરાજને અપશબ્દો કહ્યા, જયશંકરના કર્યા વખાણ
નવી દિલ્હી : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીએ પોતાના પુસ્તકમાં ભારતના દિવંગત પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ મુદ્દે અનેક વિવાદિત ટિપ્પણીઓ કરી છે. માઇક પોમ્પિયોએ પોતાના પુસ્તક Never…
ADVERTISEMENT
નવી દિલ્હી : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીએ પોતાના પુસ્તકમાં ભારતના દિવંગત પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ મુદ્દે અનેક વિવાદિત ટિપ્પણીઓ કરી છે. માઇક પોમ્પિયોએ પોતાના પુસ્તક Never Give an Inch: Fighting for the America I Love માં લખ્યું છે કે, સુષ્મા સ્વરાજ ક્યારેય પણ મહત્વના રાજનીતિક પ્લેયર જ નહોતા.
વિદેશમંત્રી જયશંકરે સ્વરાજ મુદ્દે પોમ્પિયોની આ ટિપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જયશંકરે કહ્યું કે,પોમ્પિયોના પુસ્તકમાં સુષ્મા સ્વરાજ માટે ઉપયોગ કરાયેલા અપમાનજક શબ્દોની ભારે નિંદા કરૂ છું. જો કે પૂર્ અમેરિકી વિદેશમંત્રીએ પોતાના પુસ્તકમાં જયશંકરના ખુબ જ વખાણ કર્યા છે.
પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં એક વિસ્ફોટક દાવો કર્યો છે. વિદેશમંત્રીએ દાવો કર્યો કે, વર્ષ 2019 માં પાકિસ્તાનના બાલાકોટમાં ભારત સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંન્ને દેશો પરમાણુ યુદ્ધની અણીએ આવી ગયા હતા. પોમ્પિયોનો દાવો છે કે, આ માહિતી તેમને ભારતના જ તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં ભારતના વિદેશ મંત્રીઓ સાથે પોતાના સંબંધો અંગે પણ લખ્યું છે. જેમાં તેમણે એસ.જયશંકર અને એનએસએ અજીત ડોભાલનો પણ ઉલ્લેખ કર્યો છે. પોમ્પિયોએ આ પુસ્તકમાં સુષમા સ્વરાજ મુદ્દે અનેક અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં સુષ્મા સ્વરાજને ગુફબોલ પણ કહી દીધા છે.
સ્વરાજ મે 2014 થી મે 2019 સુધી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશમંત્રી હતી. ઓગસ્ટ 2019 માં તેમનું નિધન થઇ ગયું. પોમ્પિયોએ લખ્યું કે, ભારતીય પક્ષમાં મારા સમકક્ષ ભારતીય વિદેશ નીતિમાં સુષ્મા સ્વરાજ એક મહત્વપુર્ણ પ્લેયર નહોતા. તેના કરતા વધારે આનંદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને થયો જેઓ પીએમના નજીકના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા.
ADVERTISEMENT
પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં જયશંકર માટે જે શબ્દનો ઉપયોગ કર્યો છે. પોમ્પિયોએ લખ્યું કે, સુબ્રમણ્ય જયશંકર મારા ભારતીય સમકક્ષ બન્યા. મે 2019 માં ભારતના નવા વિદેશમંત્રી તરીકે સ્વાગત કર્યું. હું તેના કરતા વધારે સમકક્ષની આશા રાખી શકતો નહોતો.પોમ્પિયોએ તે વ્યક્તિને હું પ્રેમ કરૂ છું. જયશંકર અંગેજી સહિત કુલ સાત ભાષાઓમાં વાત કરે છે. તેમની ભાષા મારા કરતા પણ સારી છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, 59 વર્ષીય માઇક પોમ્પિયો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. પોમ્પિયો 2017 થી 2020 સુધી ટ્રમ્પ સરકારમાં સીઆઇએ નિર્દેશક અને 2018 થી 2021 સુધી વિદેશમંત્રી હતા. માઇક પોમ્પિયો હાલ 2024 ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માંગે છે.
ADVERTISEMENT