‘તારા જીવ કરતા પણ વધારે કિંમતી છે મારી કાર…’ બાઈક સવાર પર ભડક્યાં ભારતના પૂર્વ PMના પુત્રવધૂ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભવાની રેવન્ના…
ADVERTISEMENT
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભવાની રેવન્ના એક બાઈક સવાર સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈક સવારે તેમની કારને ટક્કર મારી હતી. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ભવાની રેવન્નાની ટીકા કરી રહ્યા છે.
ભવાની રેવન્નાનો વીડિયો વાયરલ
વીડિયોમાં ભવાની રેવન્ના બાઈક સવારને કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની કારને નુકસાન પહોંચાડવાને બદલે તે બસની નીચે જઈને મરી જાય. એટલું જ નહીં તેઓ ત્યાં હાજર લોકો પર પણ પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની કારની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. તેઓ પૂછે છે કે તેમની કારને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? એટલું જ નહીં ભવાની રેવન્ના કહે છે કે, તેમની 1.5 કરોડ રૂપિયાની કારને નુકસાન થયું છે, છતાં સ્થાનિક લોકોને બાઈક સવારની સુરક્ષાને લઈને ચિંતા છે.
A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ
— Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023
ADVERTISEMENT
ડ્રાઈવરે બાઈક સવારે નોંધાવ્યો ગુનો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેડીએસ નેતા ભવાની રેવન્નાની કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ પછી ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટક્કર મારનાર બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૈસુર જિલ્લાના સાલીગ્રામા પોલીસ સ્ટેશનમાં સીઆરપીસીની કલમ 157 હેઠળ બાઈક સવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ADVERTISEMENT