પૂર્વ PM મનમોહનસિંહને બ્રિટન આપશે લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આર્થિક અને રાજનીતિક જીવનમાં તેમના અદ્ભુત યોગદાન બદલ હાલમાં જ લંડનમાં ઇન્ડિયા-યૂકે અચીવર્સ ઓનર્સ દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ…
ADVERTISEMENT
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આર્થિક અને રાજનીતિક જીવનમાં તેમના અદ્ભુત યોગદાન બદલ હાલમાં જ લંડનમાં ઇન્ડિયા-યૂકે અચીવર્સ ઓનર્સ દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જો કે આ એવોર્ડને લેવા માટે પૂર્વ પીએમ બ્રિટન નથી પહોંચ્યા પરંતુ તેઓ એવોર્ડ રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થી સંઘ (NISAU) યુકે દ્વારા દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહને સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર મનમોહનસિંહ 2004-2024 સુધીમાં દેશના વડાપ્રધાન રહ્યા હતા.
મનમોહન સિંહને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડની જાહેરાત
ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિભાગ (DIT) સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા ઇન્ડિયા-યુકે એચીવર્સ ઓનર્સનું આયોજન કરવામાં આવે છે. જ્યાં બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓની ઉજવણી મનાવે છે. આ દરમિયાન ડૉ.મનમોહનસિંહને લાઇફટાઇમ એચિવમેન્ટ ઓનર આપવાની જાહેરાત થઇ. આ એવોર્ડ મનમોહનસિંહને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીઝમાં તેની એકેડેમી માટે આપવામાં આવશે.
ભારત-યુકેનો સંબંધ આજે પણ શૈક્ષણિક રીતે પરિભાષિત થાય
મનમોહનસિંહે એક લેખીત આદેશમાં જણાવ્યું કે, હું આ ભાવથી ખુબ જ પ્રભાવિત છું. જે ખાસકરીને યુવા લોકો આવી રહ્યા છે. જે આપણા દેશ પરંતુ બંન્ને દેશો વચ્ચે સંબંધોનું ભવિષ્ય છે. 90 વર્ષની ઉંમરે અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યુ કે, ભારત-યુકે સંબંધ વાસ્તવમાં અમારી શૈક્ષણીક ભાગીદારી દ્વારા ખાસ રીતે પરિભાષિત કરવામાં આવ્યા છે. અમારા રાષ્ટ્રના સંસ્થાપક પિતા, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ડૉ.બી.આર આંબેડકર, સરદાર પટેલ અને અનેક અન્ય લોકોએ ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનમાં અભ્યાસ કરવાની તક મળી છે.
ADVERTISEMENT
લોર્ડ કરણ બિલિમોરિયાએ મનમોહનસિંહને શુભકામનાઓ પાઠવી
ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પ્રસંગે પહેલા ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સમાં 75 હાઇ એચીવર્સ અને કેટલાક મહત્વના આઉટસ્ટેન્ડિંગ એચિવર્સનો સમાવેશ થાય છે. જે ભારત-યુકે ડાયસ્પોરા લિવિંગ બ્રિજને મજબુત કરે છે. પૂર્વ પીએમ ઉપરાંત બ્રિટિશ ભારતીય સહકર્મી લોર્ડ કરણ બિલિમોરિયાએ 25 જાન્યુઆરીના રોજ પુરસ્કાર સમારંભમાં લિવિંગ બ્રિજને મજબુત બનાવે છે. પૂર્વ પીએમ ઉપરાંત બ્રિટિશ ભારતીય સહકર્મી લોર્ડ કરણ બિલિમોરિયાએ 25 જાન્યુઆરીએ પુરસ્કાર સમારંભમાં લિવિંગ લિજેન્ડ સન્માન પ્રાપ્ત કર્યું. એનઆઇએસએયું યુકેના સંરક્ષક બિલિમોરિયાએ કહ્યું કે, પુરસ્કાર જીતનારા તમામ લોકો લિવિંગ બ્રિજ છે. તેમની ઉપલબ્ધીઓ અહીં બ્રિટન અને ભારતમાં પ્રેરણા પેદા કરે છે.
ADVERTISEMENT