Car Accident: પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહના દીકરા Manvendra નો ભીષણ કાર અકસ્માત, પુત્રવધૂ ચિત્રાનું મોત

ADVERTISEMENT

Congress’s Manvendra Singh’s wife dies
Congress’s Manvendra Singh’s wife dies
social share
google news
  • પરિવાર દિલ્હીથી જયપુર જઈ રહ્યો હતો
  • પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત
  • જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રની હાલત ગંભીર

Manvendra Singh Car Accident: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું (Chitra Singh) મોત નીપજ્યું હતું, જ્યારે માનવેન્દ્ર સિંહ (Manvendra Singh) અને તેમનો પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેની અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

मानवेंद्र सिंह की हालत गंभीर है, उन्हें अस्पताल में भर्ती कराया गया है

આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની કારનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની બરોડાદેવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. માનવેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમની પત્ની ચિત્રા સિંહ બેઠા હતા. માનવેન્દ્રનો પુત્ર હમીર સિંહ અને ડ્રાઈવર પાછળની સીટ પર બેઠા હતા.

ADVERTISEMENT

પરિવાર દિલ્હીથી જયપુર જઈ રહ્યો હતો

બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહ તેમની પત્ની ચિત્રા અને પુત્ર હમીર સિંહ સાથે દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 82.8 કિમી રસગન અને ખુશપુરી વચ્ચે, વાહને અચાનક તેનું સંતુલન ગુમાવ્યું અને પુલની દિવાલ સાથે અથડાયું. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રની હાલત ગંભીર છે.

सड़क हादसे में मानवेंद्र सिंह की पत्नी चित्रा सिंह की मौत हो गई

ADVERTISEMENT

પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે

એડિશનલ SP તેજપાલ સિંહે કહ્યું કે, અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અલવર લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય લોકોની હાલત નાજુક છે. કાર ચલાવનાર ચાલક બરોડામાં સારવાર હેઠળ છે. પરંતુ તેને પણ અલવર ખસેડવામાં આવી રહ્યો છે. મામલાની માહિતી મળતાં જ ભાજપ અને કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT