Videocon વિવાદમાં ICICI ના પૂર્વ CEO ચંદા કોચર પતિ દીપક કોચરની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : વીડિયોકોન લોન મુદ્દે સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, જ્યારે ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેંકની કમામ સંભાળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની નૂ રિન્યૂએબલને વીડિયો કોન દ્વારા રોકાણ મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર 2012 માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે ત્યાર બાદ એનપીએ થઇ ગઇ અને ત્યાર બાદ તેને બેંક ફ્રોડ કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020 માં પ્રર્તન નિર્દેશાલયે દીપક કોચરની ધરપકડ કરી લીધી હતી 2012 માં ચંદા કોચરના નેતૃત્વમાં આઇસીઆઇસીઆઇ બેંકે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડની લોન આપવામાં આવી અને 6 મહિના બાદ વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમએનર્જીએ મેસર્સ ન્યૂપાવર રિન્યૂએબલ્સને 64 કરોડ રૂપિયાની લોન આપી.જેમાં દીપક કોચરની 50 ટકા ભાગીદારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇસીઆઇસીઆઇ બેંક અને વીડિયોકોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોન અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને આઇસીઆઇસીઆઇ તથા એમડી ચંદા કોચર પર એક બીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં દાવો છે કે, ધુતની કંપની વીડિયોકોનને આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી અને તેના બદલે ધુતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઉર્જા કંપની નૂપાવરમાં પોતાના પૈસા રોકાણ કર્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT