ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં હારી ગયા, કોંગ્રેસી નેતાઓ ખુશખુશાલ
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા. જો કે આજેરાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થતા…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા. જો કે આજેરાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થતા કેકરી બેઠક પરથી 7542 મતોથી રઘુ શર્મા પરાજીત થયા હતા. જ્યારે ભાજપનાં શત્રૂધ્ર ગૌતમની કેકરી બેઠક પરથી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા કોગ્રેસનાં નેતાઓ જ રઘુ શર્માને હરાવવા માટે પ્રયાસરત્ત હતા. રઘુ શર્માનો ગુજરાત કોંગ્રેસમાં અનેક નેતાઓ વિરોધ કરી રહ્યા હતા.
રઘુ શર્માએ ઉમેદવારી નોંધાવતા જ વિરોધ થયો હતો
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ અનેક દિગ્ગજ નેતાઓ મેદાને હતા. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન પણ ગયા હતા. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ રઘુ શર્માએ સોદેબાજી કરીને ગુજરાત કોંગ્રેસને નબળી પાડી દીધી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય જસાભાઇ પટેલ દ્વારા આક્ષેપ કરાયા હતા કે, ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદા કર્યા અને જીતી ન શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપી. જેના કારણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સ્થિતિ વિકટ બની. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હોવાના આક્ષેપ કોંગ્રેસના અનેક નેતાઓ કરી ચુક્યા છે. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT