Ram Mandirના ઉદ્ધાટન પહેલા સાયબર ઠગો એક્ટિવ, તમારી આ એક ભૂલથી ખાતું થઈ જશે ખાલી!
Ram Mandir Inauguration: અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. એવામાં હવે રામ મંદિરના નામે સાયબર ફ્રોડ શરૂ થઈ ગયા છે.…
ADVERTISEMENT
Ram Mandir Inauguration: અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. એવામાં હવે રામ મંદિરના નામે સાયબર ફ્રોડ શરૂ થઈ ગયા છે. રામ મંદિરના નામે સાયબર ઠગોએ લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. દેશમાં આ પ્રકારના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. સાયબર ઠગો ભગવાન શ્રીરામના VVIP દર્શન કરાવવાના બહાને લોકોને રામજન્મ ભૂમિ ગૃહ સંપર્ક અભિયાન નામની એપ્લિકેશન (APK) ડાઉનલોડ કરાવે છે અને પછી બેંક ખાતાને ખાલી કરી નાખે છે. છેતરપિંડીની આ ઘટનાઓને જોતા ગૃહ મંત્રાલયે દેશભરમાં એડવાઈઝરી જાહેર કરી છે. લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.
રામ મંદિરના ઉદ્ધાટન પહેલા સાયબર ઠગોનો નવો કમિયો
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ રામ મંદિરના નામે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. સાયબર ઠગો દેશભરમાં લોકોને ખાસ કરીને હિન્દુઓને રામજન્મ ભૂમિ અભિયાન નામની એન્ડ્રોઈડ પેકેજ કીટ (APK) ફાઈલ મોકલી રહ્યા છે અને લોકોને રામ મંદિરમાં VIP એન્ટ્રી અથવા VIP દર્શન કરાવવાનું કહી રહ્યા છે. ભગવાન શ્રીરામના ભક્તો આ એપીકે ડાઉનલોડ કરે છે, ત્યારે તેમના મોબાઈલનું એક્સેસ હેકર્સ પાસે ચાલ્યું જાય છે. આ પછી થોડીવારમાં જ બેંક ખાતું ખાલી કરી દેવામાં આવે છે.
વીડિયો જાહેર કરી લોકોને કરાયા જાગૃત
દેશભરમાં સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલય હેઠળ સ્થાપિત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ લોકોને આ છેતરપિંડીથી બચાવવા અને જાગૃત કરવા માટે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં એક યુવક કહે છે કે તેને 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે વોટ્સએપ પર VIP એક્સેસ મળ્યું છે. જ્યારે બીજો યુવક તેને પૂછે છે કે તેને આ કેવી રીતે મળ્યું. જેના જવાબમાં યુવક કહે છે કે તેને આ એક્સેસ વોટ્સએપ પર મળ્યું છે. ત્યારે બીજો યુવક કહે છે કે દેશમાં શ્રીરામના નામે એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ APK ફાઈલના કારણે તેનો મોબાઈલ અને બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે.
રામના નામે ડાઉનલોડ કરાવે છે એપ્લિકેશન
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે રામજન્મભૂમિ ગૃહસંપર્ક અભિયાન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલ હેંગ થઈ જશે અને મોબાઈલ પર ઘણી બધી જાહેરાતો આવી જશે. આવી સ્થિતિમાં I4Cએ લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. I4Cએ આ વીડિયો દેશભરના તમામ રાજ્યોની પોલીસને મોકલ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT