એક યુવક અને યુવતીએ ફ્લાઇટમાં એવી હરકત શરૂ કરી કે ફ્લાઇટ 6 કલાક મોડી પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મંગલુર : કર્ણાટકના મેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક અને તેની ગર્લફ્રેંડ ચેટ કરી રહ્યા હતા. આ ચેટના કારણે મુંબઇ જઇ રહેલી એક ફ્લાઇટ 6 કલાક મોડી પડી હતી.આ ફ્લાઇટમાંથી તમામ યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા હતા. ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. પણ તેમાં વિસ્ફોટક જેવું કાંઇ મળ્યું નહોતું. જો કે તેના કારણે યાત્રીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ફ્લાઇટ પણ ડીલે થઇ હતી.

શંકાસ્પદ ચેટના કારણે ક્રૂને જાણ કરાઇ
રવિવાર 14 ઓગસ્ટનો છે. એક યાત્રી બાજુમાં બેઠેલા યાત્રીની ચેટ વાંચી રહ્યો હતો. તેમાં તેને એક શંકાસ્પદ મેસેજ વંચાયો હતો. તે કોઇ યુવતી સાથે ચેટ કરી રહ્યો હતો. જેમાં યુવતી કહી રહી હતી કે યુ આર બોમ્બર. આ વાંચ્યા બાદ તેણે અન્ય ક્રુને આ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ ક્રુ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. યુવક મંગલુરથી મુંબઇ જિ રહ્યો હતો. જ્યારે યુવતીને બેંગ્લુરુ જવાનું હતું. બંન્ને મિત્રો હતા અને બંન્ને મજાક મજાકમાં જ સિક્યોરિટી અંગેની ચર્ચા કરી રહ્યા હતા.

પાછળ બેઠેલા યાત્રીએ ચેટ વાંચીને તે ભડક્યો
જો કે 14 બી સીટ પર બેઠેલા યાત્રીએ જોયું કે, 13 એ સીટ પર બેઠેલા યુવક સાથે ફોનમાં મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, યુ આર બોમ્બર. ત્યાર બાદ પાછળ બેઠેલા યાત્રીએ આ અંગે અન્ય ક્રુને જાણ કરી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લેતા ફ્લાઇટ અટકાવી દીધી હતી. સંપુર્ણ તપાસ કરવામાં આવી હતી. અન્ય યાત્રીઓના સામાનની પણ ફરી ચકાસણી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

પોલીસે તત્કાલ ફ્લાઇટ અટકાવી દીધી
પોલીસ તે યુવકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં કલાકો સુધી પુછપરછ કરી હતી. જેમાંસામે આવ્યું કે, બંન્ને યુવક યુવતી સિક્યુરિટી અંગે મજાક કરી રહ્યા હતા. તેના કારણે મજાકમાં જ મેસેજ મોકલી દીધો હતો. જે અન્ય યાત્રીએ વાંચી લેતા આ સમગ્ર ઘટના ઘટી હતી. યુવતી બેંગ્લુરૂ માટે અને યુવક મેંગલોર માટે ઉડ્યન પણ કરી શક્યા નહોતા. આ ઉપરાંત 185 અન્ય યાત્રીઓને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT