પહેલા ચીફનું મોત, હવે વૈગનર ગ્રુપ આતંકવાદી સંગઠન જાહેર કરાયું, ભારે પડ્યો બળવો
નવી દિલ્હી : રશિયાના વેગનર ગ્રુપને બ્રિટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. થોડા દિવસો પહેલા જ પ્લેન ક્રેશમાં પોતાના નેતા ગુમાવ્યા બાદ આ ગ્રુપ સામે…
ADVERTISEMENT
નવી દિલ્હી : રશિયાના વેગનર ગ્રુપને બ્રિટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. થોડા દિવસો પહેલા જ પ્લેન ક્રેશમાં પોતાના નેતા ગુમાવ્યા બાદ આ ગ્રુપ સામે નવો પડકાર ઉભો થયો છે. વેગનર ગ્રુપ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ નજીકના હતા. યુક્રેનની વિરુદ્ધ રશિયાની લડાઇમાં આ પ્રાઇવેટ આર્મી તેની સાથે હતી. જાન્યુઆરીમાં આ ગ્રુપના નેતા યેવેગની પ્રિગોઝિને યુક્રેનમાં ડોનેટ્સ્ક ક્ષેત્રના નમક-સોલેડર શહેર પર કબ્જો કરવાનો સમગ્ર શ્રેય લીધો.
હાલમાં જ બળવા બાદ પ્રિગોઝીનીએ માફી માંગી હતી
જો કે યુક્રેનમાં તેના મુખીયા યેવેગની પ્રિગોઝિને બળવો કરી દીધો હતો. જો કે ઝડપથી ફરી રશિયાની સામે ઝુકી ગયા હતા અને માફી માંગી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ત્યાર બાદ વેગનર ગ્રુપનો બળવાને માફી મળી જશે. જો કે થોડા જ દિવસો બાદ પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મોત થઇ ગયું હતું.
શું છે વેગનર ગ્રુપ?
પીએમસી વેગનર કહેવાતા આ ગ્રુપ એક રશિયન અર્ધસૈનિક દળ છે. આ એક પ્રાઇવેટ મિલિટ્રી કંપની છે, જેમાં ભાડાના સૈનિકો હોય છે. આ અંગે રશિયાનો કોઇ કાયદો લાગુ નથી થતો. શરૂઆતમાં આ સંગઠન ગુપ્ત હતું જો કે પહેલીવાર 2014 માં પહેલીવાર તે સમાચારોમાં આવ્યું. 2014 માં પૂર્વી યુક્રેન સંઘર્ષમાં તેનું નામ સામે આવ્યું. આ પ્રાઇવેટ મિલિટ્રી સંગઠન યુક્રેન અભિયાનનો એક મહત્વનો હિસ્સો હતું. તેનો અંદાજ તેના પરથી લગાવાઇ શકે છે કે, પૂર્વી યુક્રેનમાં સ્થિત બખમુત શહેર પર રશિયાના કબ્જામાં પણ વેગનરનો રોલ ખુબ જ મહત્વનો રહ્યો હતો. આ ગ્રુપમાં સૈનિકોની સંખ્યા કેટલી છે, તે અંગે અલગ અલગ દાવા છે. વેગનર ગ્રુપનુ નામ તેની પહેલા કમાન્ડર, દિમિત્રી ઉત્કિનના નામ પર પડ્યું. રશિયાની સેના વિશેષ દળોના રિટાયર્ડ લેફ્ટિનેંટ કર્નલ દિમિત્રીનું નિકનેમ વેગનર હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT