BIG BREAKING: BJP ની મીટિંગમાં એક નેતાએ બીજા નેતા પર ફાયરિંગ કર્યું
પટના : આમ તો ભાજપ પોતેના અનુશાસિત પાર્ટી ગણાવે છે. એક સમયે પાર્ટી વિથ ધ ડિફરન્સનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે રવિવારે બિહારમાં…
ADVERTISEMENT
પટના : આમ તો ભાજપ પોતેના અનુશાસિત પાર્ટી ગણાવે છે. એક સમયે પાર્ટી વિથ ધ ડિફરન્સનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જો કે રવિવારે બિહારમાં મધેપુરામાં જે થયું તેના કારણે ભાજપની કાર્યશૈલી પર સૌથી મોટો સવાલ પેદા કરે છે. પાર્ટીના પ્રબુદ્ધ ગણાતા નાગરિકોના સમ્મેલનમાં ભાજપે બીજા ભાજપના નેતાને ગોળી મારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘાયલ ભાજપ નેતાની સારવાર ચાલી રહી છે.
આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ડેપ્યુટી સીએમ અને વરિષ્ઠ ભાજપ નેતા તારકેશ્વર પ્રસાદ હાજર રહેવાના હતા. તેમના ઉપરાંત પાર્ટીના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂ સહિત અનેક મોટા નેતાઓ કાર્યક્રમમાં હાજર હતા. જો કે ગોળીબારના કારણે અફડા તફડી મચી ગઇ હતી. તમામ લોકોએ ઘાયલને સારવાર માટે ખસેડવામાં દોડાદોડી કરવા લાગ્યા હતા. કારકિશોર પ્રસાદ અને નિરજ કુમાર બબલૂ રસ્તામાંથી જ પરત ફરી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રવિવારે ભાજપ દ્વારા પ્રબુદ્ધ જન સમ્મેલનનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે. મધેપુરામાં પણ આ આયોજન થયું હતું. ભાજપના જુના નેતા અનેક પેઢીઓથી પાર્ટીની વિચારધારાથી અવગત કરાવી રહ્યા હતા. બીજી પાર્ટીથી તેમને અલગ કઇ રીતે ભાજપ વાળા, તેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મીટિંગમાં ગોળીબારની ઘટના થઇ ગઇ.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર મધેપુરા જિલ્લાના મુરલીગંજમાં ભાજપના પ્રબુદ્ધજીવીઓની મીટિંગ થઇ રીહ હતી. આ દરમિયાન બે નેતાઓ આંતરિક રીતે બાખડી પડ્યા હતા. આંતરિક વિવાદમાં ભાજપ નેતા પંકજ પટેલે પોતાની લાયસન્સની પિસ્ટલથી ફાયરિંગ કરી દીધું. આ દરમિયાન પંકજ પટેલની પિસ્ટલમાંથી નિકળેલી ગોળી સંજય ભગતની કમરમાં લાગી હતી. જ્યાંથી તેમને તત્કાલ મધેપુરા સદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પંકજ પટેલે બેઠકમાં અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા.
માહિતી મળતાની સાથે જ મધેપુરા પોલીસ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી અને પંકજ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણઆવ્યું કે, જે વ્યક્તિને ગોળી લાગી છે તેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આરોપીને પકડી લેવામાં આવ્યા છે. પુછપરછ ચાલી રહી છે. પોલીસ પંકજની પિસ્ટલનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જદયુના કેટલાક નેતાઓને પાર્ટીમાં લાવવા અંગે વિવાદ થયો હતો. કેટલાક નેતાઓ ઇચ્છી રહ્યા હતા કે, જદયુના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓને તોડીને ભાજપમાં જોડવામાં આવે. જો કે વાતચીતમાંથી વિવાદ થઇ ગયો હતો. ત્યાર બાદ ફાયરિંગની ઘટના બની હતી. પોલીસ હાલ બેઠકમાં રહેલા લોકોની પુછપરછનો પ્રયાસ કરી રહી છે. જો કે પોલીસનો દાવો છે કે, બંન્ને વચ્ચે આર્થિક વહીવટના કારણે પહેલા પણ વિવાદ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT