‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાઈ FIR, થઈ શકે છે ધરપકડ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે વિવાદોમાં ફસાઈ ગયો છે. પહેલા રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બાઘાની બાવરી એટલે કે મોનિકા ભદૌરિયાએ અસિત પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી વિવાદમાં છે. આ સીરિયલના કેટલાક કલાકારોએ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તારક મહેતાના નિર્માતા અસિત કુમાર મોદીને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. અસિત મોદીની ધરપકડ થઈ શકે છે. અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે. શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ ઘટનામાં અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હકીકતમાં શોમાં ‘મિસિસ સોઢી’ની ભૂમિકા ભજવતી અભિનેત્રી જેનિફરે ગત મહિને નિર્માતા અસિત મોદી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહિલ રામાણી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરની પૂછપરછ કર્યા પછી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

હજુ કોઇની ધરપકડ નથી થઈ
અભિનેત્રીએ અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી સામે પોલીસે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે અસિત મોદી, સોહિલ રામાણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

ADVERTISEMENT

મોકલ્યા સમન્સ
ગત મહિને પવઇ પોલીસે જાતીય સતામણી કેસમાં અસિત મોદી તેમજ બે લોકો વિરુદ્ધ અભિનેત્રીનું નિવેદન નોંધ્યું હતું. પવઈ પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રીના નિવેદન બાદ તેઓએ અસિત અને સોહીલ રામાણીને પણ આ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ મોકલ્યા હતા.

અસિત મોદીએ આપ્યું હતું આ નિવેદન
જો કે, અસિતે એક નિવેદન બહાર પાડીને અભિનેત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ‘અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું’. તે અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે તેનો અમારી સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે, તે અમારી સામે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.

ADVERTISEMENT

અભિનેત્રીએ આ આરોપો લગાવ્યા હતા
થોડા દિવસો પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતી એક અભિનેત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં અભિનેત્રીએ પોલીસમાં નિવેદન પણ નોંધાવ્યું હતું. અભિનેત્રીએ સોહેલ રામાણી અને જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે અત્યાર સુધી ચૂપ રહી કારણ કે તેને નોકરી ગુમાવવાનો ડર હતો. અભિનેત્રી છેલ્લા બે-ત્રણ મહિનાથી ‘તારક મહેતા’નું શૂટિંગ કરી રહી ન હતી. તેણે અસિત મોદી પર આરોપ લગાવ્યા છે કે તેને વાંધાજનક મેસેજ મોકલતા હતા અને ઘણી વખત રૂમમાં એકલા બોલાવતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT