શું અમેરિકા ત્રીજું વિશ્વયુદ્ધ ભડકાવશે? રશિયાનું ધ્યાન યુક્રેનમાં હતું ત્યાં આ દેશને NATO માં જોડાઇ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે કેટલાક આંતરરાષ્ટ્રીય સમીકરણો ઝડપથી બદલાઈ ગયા છે. જેના પરિણામો હાલ સમગ્ર વિશ્વ પણ ભોગવી રહ્યું છે. જો કે આ વચ્ચે એક નવો ઘટનાક્રમ સામે આવ્યો છે. ફિનલેન્ડ નાટોમાં જોડાયા બાદ આવો જ બદલાવ આવ્યો છે. ફિનલેન્ડ નાટોમાં જોડાયા પછી પુતિનનો ગુસ્સો વધશે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે કેટલાક આંતરરાષ્ટ્રીય સમીકરણો ઝડપથી બદલાયા છે. ફિનલેન્ડ નાટોમાં સામેલ થયા બાદ આવો જ એક ફેરફાર આવ્યો છે. જેના કારણે હાલ તો રશિયા ધુંવાપુંવા જોવા મળી રહ્યું છે.

ફિનલેન્ડ NATO માં જોડાતા રશિયા ધુંવાપુંવા
ફિનલેન્ડ નાટોમાં સામેલ થયા બાદ પુતિનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી શકે છે. આ સાથે યુદ્ધનો નવો મોરચો ખોલવાની શક્યતાઓ પણ વધવા લાગી છે. ખરેખર, પુતિનના મનમાં નાટોને લઈને ઘણો ગુસ્સો છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના મૂળમાં પણ નાટોમાં જોડાવાનો જ મુદ્દો જોડાયેલો છે. હકીકતમાં પુતિન નથી ઈચ્છતા કે નાટો તેમના પડોશ સુધી પહોંચે અથવા તો નાટોમાં તેમનો કોઇ પણ પાડોશી દેશ જોડાય. પુતિન નાટોથી કેમ ચિડાય છે પુતિન નાટોથી નારાજ થવાનું કારણ ઘણું જૂનું છે. આ વાત બીજા વિશ્વ યુદ્ધ પછીની છે, જ્યારે વિશ્વમાં માત્ર બે મહાસત્તાઓ હતી. એક અમેરિકા અને બીજું સોવિયેત સંઘ. બાદમાં સોવિયત યુનિયન પણ તૂટી ગયું અને તેના તૂટ્યા પછી 15 નવા દેશો બન્યા. જો કે પુતિન ફરી એકવાર ભવ્ય ભુતકાળને પરત લાવવા ઇચ્છે છે. તમામ 15 દેશો ફરી રશિયા સાથે જોડાય તેવી ઇચ્છા ધરાવે છે.

સોવિયત યુનિયનને ફરી બેઠું કરવાનું પુતિનનું સ્વપ્ન
બીજી તરફ સોવિયેત યુનિયન તૂટ્યું ત્યારે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત થઈ ગઈ હતી. આ પછી યુએસની આગેવાની હેઠળના નાટોએ વિસ્તરણ કરવાનું શરૂ કર્યું. સોવિયત યુનિયનથી અલગ થયેલા દેશો પણ નાટોમાં જોડાવા લાગ્યા. આનાથી પુતિન પણ ગુસ્સે થયા. જ્યોર્જિયાએ 2008માં નાટોમાં જોડાવાનો પ્રયાસ કર્યો ત્યારે પુતિને પોતાની સેના ત્યાં મોકલી હતી. બાદમાં જ્યારે યુક્રેને નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો ત્યારે રશિયાએ તેના પર હુમલો કર્યો.

ADVERTISEMENT

હવે ફિનલેન્ડનું શું થશે?
હવે જ્યારે ફિનલેન્ડ પણ નાટોમાં સામેલ થઈ ગયું છે ત્યારે પુતિન દ્વારા વર્ષ 2016માં આપેલું એક નિવેદન યાદ આવે છે. પછી તેણે કહ્યું કે જ્યારે આપણે સરહદ પાર જોઈએ છીએ ત્યારે આપણને ફિનલેન્ડ દેખાય છે, પરંતુ જો આ દેશ નાટોનો સભ્ય બનશે તો આપણે તેને દુશ્મનની નજરથી જોઈશું. ખાસ વાત એ છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદથી ફિનલેન્ડે પોતાની જાતને તટસ્થ રાખી છે. હવે તેણે નાટોનું સભ્યપદ પણ લઈ લીધું છે. જેણે નાટોને રશિયાની સરહદની નજીક લાવી દીધું છે. આનાથી પણ પુતિન અને રશિયા બંન્નેની ચિંતામાં વધારો થયો છે.

નાટો શું છે?
આ સમગ્ર વાતમાં નાટોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. નાટોનું પૂર્ણ સ્વરૂપ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન છે. તેની રચના 1949 માં થઈ હતી. શરૂઆતમાં તેમાં 12 દેશો હતા. ફિનલેન્ડ તેના સભ્ય બન્યા પછી હવે તેના કુલ 31 સભ્યો છે. તે એક લશ્કરી સંસ્થા છે. નાટો તેના સભ્ય દેશોને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડે છે. જો નાટોની બહારનો દેશ નાટોના સભ્ય દેશ પર હુમલો કરે છે, તો અન્ય સભ્યો પર પણ હુમલો માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં આ તમામ દેશોનું સંયુક્ત લશ્કર અને તેના સંસાધનો તે દેશના બચાવમાં ઉતરી જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT