Election Update : મોરબી જિલ્લાની તમામ બેઠક પર જાણો કેટલું થયું મતદાન
રાજેશ આંબલીયા, મોરબી: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 89…
ADVERTISEMENT
રાજેશ આંબલીયા, મોરબી: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં 38.61 ટકા મતદાન થયું છે.
મોરબી જિલ્લામાં 1 મહિના પહેલા બ્રિજ તૂટવાનું ઘટના બની હતી જેને લઈ મોરબી જિલ્લાની તમામ બેઠક પર દેશભરના લોકોની નજર છે. આ દરમિયાન મોરબી બેઠક પર બપોરના 1 કલાક સુધીમાં 36. 23 ટકા મતદાન થયું છે.
જિલ્લાની ત્રણ સીટ પર બપોરના 1 વાગ્યા સુધીના મતદાનના આકાંડ
ADVERTISEMENT
- મોરબી બેઠક પર 1 વાગ્યા સુધીમાં 36.23 ટકા મતદાન થયું છે.
- ટંકારા બેઠક પર 1 વાગ્યા સુધીમાં 40.81 ટકા મતદાન થયું છે.
- વાંકાનેર બેઠક પર 1 વાગ્યા સુધીમાં 39.10 ટકા મતદાન થયું છે.
- મોરબી જિલ્લાનું કુલ 38.61 ટકા મતદાન થયું છે.
788 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે મતદારો
પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. આજે ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે.
ADVERTISEMENT