પાણીપુરીના કારણે બે જૂથ વચ્ચે ધીંગાણું, સામ-સામે ફાયરિંગ થતાં પોલીસ અધિકારીઓ થયા દોડતા

ADVERTISEMENT

Crime News
પાણીપુરીના કારણે ભડકી હિંસા
social share
google news

Crime News: ઉત્તર પ્રદેશના કાનપુરમાં પાણીપુરીના કારણે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. પાણીપુરી ખાવાને લઈને થયેલી બોલાચાલી બાદ મામલો એટલો વણસ્યો કે બે જૂથે એકબીજા પર પથ્થરમારો અને ફાયરિંગ કર્યું. જેમાં એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તો પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. 

પાણીપુરીની લારી પર બબાલ

મળતી માહિતી અનુસાર, રાણીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેન્દ્ર ચારરસ્તા પર એક પાણીપુરીની લારી પાસે પાણીપુરી ખાવાને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. બોલાચાલી બાદ પાણીપુરીની લારી પર જ એક જૂથે બીજા જૂથ પર હુમલો કર્યો હતો. જેમાં ભારે પથ્થરમારો થયો હતો, આ દરમિયાન ધાબા પર ચઢેલા મકાન માલિકે પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ પણ કર્યું હતું. આ વિવાદમાં બંને પક્ષો ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ પહોંચી ઘટના સ્થળે 

પોલીસ દાવો કરી રહી છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક પક્ષની ફરિયાદના આધારે પોલીસે 9 લોકોની નામજોગ અને 10 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. ગુરુવારે ફરી એકવાર આ મામલે ભારે મારામારી થઈ હતી. આરોપ છે કે ભીડમાં રહેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બેકાબૂ ટોળાએ ચાર રસ્તા પર આવેલી દુકાનો અને મકાનોમાં ઘૂસીને મહિલાઓ અને બાળકો સાથે મારપીટ કરી હતી. 

ADVERTISEMENT

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો મહિલાઓએ તેમના પર હુમલો કર્યો. મળતી માહિતી મુજબ ફત્તેપુર રોશનાઈ ગામના રહેવાસી સત્યમસિંહ રાજેન્દ્ર ચારરસ્તા પર પાણીની બોટલ ખરીદવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા, ત્યાં પહેલેથી જ હાજર ગંગાસિંહ નામનો યુવક પાણીપુરીની લારીએ પાણીપુરી ખાઈ રહ્યો હતો. 

બોલાચાલી બાદ મારામારી

આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ. જે બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. આ પછી નીલમ સિંહની ફરિયાદ પર પોલીસે આર્યનગરના રહેવાસી દીપુ, હરિશંકર, લાલા ટંડિયા, લાલુ, હરિકિશન, સુનીલ, કલ્લુ, ગંગા સિંહ, લલ્લન અને 10 અજાણ્યા લોકો સામે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધ્યો છે.

ADVERTISEMENT

ફરિયાદ નોંધાયા બાદ ફરી મારામારી

કેસ નોંધાયા બાદ ગુરુવારે સેંકડો લોકોએ બીજા પક્ષની દુકાન પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ દરમિયાન દુકાનની આજુબાજુ જે પણ જોવા મળ્યા તેમને માર મારવામાં આવ્યો હતો. આ પછી દુકાનના માલિક રવિ ગુપ્તાએ ટેરેસ પરથી પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ શરૂ કર્યું. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT