ઓડિશા ટ્રેન અકસ્માત: દીકરાને મડદા ઘરમાંથી કાઢીને પિતાએ આપી નવી જિંદગી, બધા કહેતા- તે મરી ગયો છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

બાલાસોરઃ ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે પિતા બહુ કડક હોય છે પરંતુ સત્ય એ છે કે માતાની જેમ પિતાનો સ્નેહ ઘણી વખત દેખાતો નથી. પરંતુ પિતા પોતાના સંતાન માટે શું-શું કરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હતો. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેના અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 288 લોકોના મોત થયા છે. આ મોતોમાં બીજું નામ ઉમેરાયું હતું, જેને શબઘરમાં રાખવામાં આવ્યો હતો પરંતુ એક પિતાની ઇચ્છાને કારણે આ નામ હવે મૃત લોકોની યાદીમાં નથી અને હવે તે જીવિત છે.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 24 વર્ષીય વિશ્વજીત અને તેના પિતા હેલારામ મલિક સાથે જોડાયેલો છે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પછી, વિશ્વજીતને મૃત માનવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને બાહાનગા હાઇસ્કૂલમાં શબગૃહમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ હાવડા જિલ્લાના રહેવાસી વિશ્વજીતના પિતા હેલારામ મલિક ઓડિશા અકસ્માત બાદ પુત્રને સતત ફોન કરી રહ્યા હતા. પરંતુ આ ફોન ઉપાડતો ન હતો. આવી સ્થિતિમાં હેલારામ મલિક 253 કિલોમીટરની મુસાફરી કરીને ઓડિશાના બાલાસોર જિલ્લામાં પહોંચ્યા અને તેમના પુત્રને શોધવાના પ્રયાસો શરૂ કર્યા. તેમણે ઘણી હોસ્પિટલોમાં જઈને જોયું પણ તેમનો પુત્ર મળ્યો ન હતો. ત્યારપછી તેઓ બાહાનગા હાઈસ્કૂલમાં બનાવેલા શબઘરમાં ગયા, જ્યાં તેમના પુત્રનો નિર્જીવ મૃતદેહ રાખ્યો હતો. તેમને દીકરો હજી જીવતો હોવાનો અનુભવ થયો.

વિશ્વજીતનું શરીર હલનચલન નહોતું કરતું પરંતુ પિતાને હતો વિશ્વાસ
હેલારામ મલિક તેમના પુત્રને શબઘરમાંથી બહાર કાઢી બાલાસોર હોસ્પિટલમાં અને પછી કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લઈ ગયા. વિશ્વજીતને હાડકામાં અનેક પ્રકારની ઈજાઓ થઈ હતી અને SSKM હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં તેની બે સર્જરીઓ થઈ હતી. SSKM હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે વિશ્વજીતનું શરીર હલનચલન બંધ થઈ ગયું હશે, જેના કારણે લોકોએ વિચાર્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.

ADVERTISEMENT

સીએમ મમતા બેનર્જીએ વિશ્વજીત સાથે મુલાકાત કરી હતી
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ SSKM હોસ્પિટલમાં વિશ્વજીત અને અન્ય ઘાયલોને મળ્યા હતા. હેલારામે કહ્યું, ‘હું મારા પુત્રને પાછો મેળવવા માટે ભગવાનનો આભાર માનું છું. જ્યારે મેં સાંભળ્યું કે વિશ્વજીતનું અવસાન થયું છે ત્યારે મારા મગજમાં શું ચાલી રહ્યું હતું તે હું સમજાવી શકતો નથી. હું એ સ્વીકારવા તૈયાર નહોતો કે તે હવે આ દુનિયામાં નથી અને તેને શોધતો રહ્યો.

વિશ્વજીતનું નિવેદન પણ સામે આવ્યું છે, જેને બધા મૃત માનતા હતા. તેણે કહ્યું, ‘મને નવું જીવન મળ્યું છે. હું મારા પિતાનો ઋણી છું. તે મારા માટે ભગવાન છે અને તેના કારણે જ મને આ જીવન પાછું મળ્યું છે. મારા માટે બાબા જ સર્વસ્વ છે.

ADVERTISEMENT

વિશ્વજીત કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો, જે 2 જૂને સાંજે 7 વાગ્યે એક માલગાડી સાથે અથડાઈ હતી અને તેના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તે જ સમયે પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના કેટલાક કોચ પણ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કુલ 288 મુસાફરોના મોત થયા છે, જ્યારે 1,200થી વધુ લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT