‘હું મારા સાળાના દીકરાના લગ્નમાં ન જઈ શક્યો..’, બૂટ ફાટી જતાં વકીલે દુકાનદારને ફટકારી નોટિસ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ફતેહપુર વિચિત્ર કિસ્સો આવ્યો સામે
  • બૂટ ફાટી જતાં દુકાનદારને નોટિસ
  • દુકાનદારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

ઉત્તર પ્રદેશના ફતેહપુર (Fatehpur)થી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલે પોતાના બૂટ ફાટી જતાં દુકાનદારને નોટિસ (Notice) ફટકારી છે. વકીલનું કહેવું છે કે, બૂટ ફાટી જતા તેઓ તેમના સાળાના દીકરાના લગ્નમાં ન જઈ શક્યા, જેના કારણે તેઓ માનસિક રીતે બીમાર થઈ ગયા હતા. જે બાદ તેમને કાનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

લગ્નમાં જવા ખરીદ્યા હતા બૂટ

મળતી માહિતી મુજબ, ફતેહપુરના કમલા નગર કલેક્ટરગંજમાં રહેતા જ્ઞાનેન્દ્ર ભાન ત્રિપાઠી વ્યવસાયે વકીલ છે. જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીને તેમના સાળાના દીકરાના લગ્નમાં જવાનું હોવાથી તેમણે 21 નવેમ્બર 2023ના રોજ બૂટ ખરીદ્યા અને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું, જેની રસીદ પણ તેમની પાસે છે. બૂટની 6 મહિનાની ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ બૂટ ચાર-પાંચ દિવસમાં જ તૂટી ગયા હતા. આ કારણે જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી તેમના સાળાના લગ્નમાં જઈ શક્યા ન હતા.

સ્વસ્થ થયા બાદ પાઠવી નોટિસ

જ્ઞાનેન્દ્ર ભાન ત્રિપાઠીનું કહેવું છે કે આ કારણે તેઓ માનસિક તણાવમાં આવીને બીમાર પડી ગયા હતા. તેમને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેનો ખર્ચ 10,000 રૂપિયા થયો હતો. જ્યારે તેઓ માનસિક રીતે સ્વસ્થ થઈ ગયા, ત્યારે તેમણે 19 જાન્યુઆરી, 2024ના રોજ દુકાનદારને નોટિસ મોકલી અને 15 દિવસની અંદર સારવાર પર ખર્ચેલા 10,000 રૂપિયા, રજિસ્ટ્રેશનના 2100 રૂપિયા અને બૂટના 1200 રૂપિયા આપવાની માંગ કરી.

આ પણ વાંચો

ADVERTISEMENT

દુકાનદારને આપ્યો 15 દિવસનો સમય

જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીએ નોટિસ દ્વારા દુકાનદારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે જો દુકાનદાર આવું નહીં કરે તો તેઓ કોર્ટના માધ્યમથી પોતાના અધિકાર માટે લડશે.

સમગ્ર મામલે પીડિતે શું કહ્યું?

જ્ઞાનેન્દ્ર ભાન ત્રિપાઠીએ કહ્યું કે, મેં 21 નવેમ્બરે શૂઝ ખરીદ્યા હતા. મારે મારા સાળાના દીકરાના લગ્નમાં જવાનું હતું, પરંતુ હું લગ્નમાં જઈ શક્યો નહીં. મારા બૂટ ચાર-પાંચ દિવસમાં જ ફાટી ગયા. મેં દુકાનદારને નોટિસ મોકલી છે. હું માનસિક રીતે બીમાર થઈ ગયો હતો અને કાનપુરમાં સારવાર લીધી હતું. હું ન્યાય મેળવવા માંગુ છું.

ADVERTISEMENT

‘મારી પર દબાણ કરી રહ્યા છે’

આ મામલે દુકાનદાર સલમાન હુસૈને જણાવ્યું કે, જ્ઞાનેન્દ્ર ભાન ત્રિપાઠીએ મારી દુકાનમાંથી બૂટ ખરીદ્યા હતા, પરંતુ મેં તેમને બાટાના ઓરિજનલ જણાવીને તેમને બૂટ નહોતા આપ્યા. તેમણે જે બૂટ લીધા હતા, તે 50 ટકા ડિસ્કાઉન્ટ પર આપવામાં આવ્યા હતા. તેમને આપવામાં આવેલા બિલમાં 6 મહિનાની બૂટના સોલની વોરંટી આપવામાં આવી હતી. તેઓ મારા પર દબાણ કરી રહ્યા છે. તેમના તમામ આરોપો પાયાવિહોણા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT