પાસબુકમાં એન્ટ્રી કરાવવા બેંકમાં ગયા ખેડૂત, ખાતામાં બેલેન્સ જોઈને ઉડી ગયા હોશ; Bankએ તાત્કાલિક એકાઉન્ટ કરી દીધું ફ્રીઝ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાગલપુર જિલ્લાના ગોપાલપુર ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 75 વર્ષના ખેડૂત સંદીપ મંડલ વૃદ્ધા પેન્શન ખાતામાં અચાનક ક્યાંકથી એક કરોડ રૂપિયા આવી ગયા. વાસ્તવમાં ખેડૂતે પોતાના દીકરાને પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે મોકલ્યો હતો. જ્યારે દીકરાએ પાસબુકમાં એન્ટ્રી બાદ બેલેન્સ જોયું તો એક કરોડથી વધારે હતું. જે બાદ બેંકે ખેડૂતનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે. શુક્રવારે સવારે ખેડૂત પોતે સાયબર પોલીસ સ્ટેશન પહોંચીને આ સમગ્ર મામલાની જાણ કરી હતી.

ખાતામાં ક્યાંકથી આવી ગયા એક કરોડ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવગછિયા ગોપાલપુર પોલીસ સ્ટેશનના અભિયા ગામના રહેવાસી 75 વર્ષીય ખેડૂત સંદીપ મંડલનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ છે. તેમણે જણાવ્યું કે, તેમણે તેમના દીકરાને પાસબુક અપડેટ કરાવવા માટે બેંકમાં મોકલ્યો હતો. બેંકે પહોંચ્યા બાદ દીકરાને ખબર પડી કે ખાતામાં ક્યાંકથી એક કરોડ રૂપિયા આવી ગયા છે. આ કારણે બેંકે તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે.

મને નથી ખબર ક્યાંથી આવ્યા પૈસાઃ ખેડૂત

ખેડૂતે કહ્યું કે, દીકરા પાસેથી માહિતી મળ્યા બાદ તેમણે બેંકમાં જઈને બેંક મેનેજર પાસેથી સમગ્ર જાણકારી મેળવી હતી. જે બાદ બેંક મેનેજરે કહ્યું કે સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ખાતું ચાલુ કરવામાં આવશે. ખેડૂત સંદીપ મંડલે જણાવ્યું કે, મને ખબર નથી કે આટલી મોટી રકમ ક્યાંથી આવી છે. મારા ખાતામાં તો વૃદ્ધાપેન્શન અને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના પૈસા આવે છે. મેં ઓગસ્ટ મહિનાથી મારી પાસબુક અપડેટ કરાવી નહોતી.

ADVERTISEMENT

શું કહ્યું DSP સુનીલકુમારે?

નવગછિયાના ડીએસપી અને સાયબર પોલીસ સ્ટેશનના વડા સુનીલ કુમાર પાંડેએ જણાવ્યું કે, ગોપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડૂત સંદીપ મંડલના ખાતામાં લગભગ 1 કરોડ રૂપિયા આવ્યા છે. આ અંગે તેલંગાણાના વારંગલ જિલ્લામાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે બેંકને નોટિસ પણ મળી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જો તેલંગાણા પોલીસ અમારો સંપર્ક કરશે તો અમે તેમને સંપૂર્ણ સહકાર આપીશું.

    follow whatsapp

    ADVERTISEMENT