ખેડૂતોને ફટાફટ મળી જશે લોન, કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ADVERTISEMENT

Farmers News
એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
social share
google news

Farmers News : ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે. સાથે જ એફપીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠન), કૃષિ સાહસિકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. વધુમાં વધુ ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF)ની રકમ ગયા વર્ષની સરખામણીએ બમણી કરી છે. આ યોજનાનો લાભ શક્ય તેટલા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે AIF યોજના હેઠળ લોનનો લક્ષ્યાંક 25000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે તે માત્ર રૂ. 17000 કરોડની આસપાસ હતું. વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સ્કીમ દ્વારા ખેડૂતો, એફપીઓ અને કૃષિ સાહસિકો 2 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. મંત્રાલય યોજના હેઠળ લોન લેવા પર ત્રણ ટકા વ્યાજ સબસિડી (રિબેટ) આપી રહ્યું છે. આ રીતે 2 કરોડ રૂપિયાની લોન પર વાર્ષિક 6,00,000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે. આ સિવાય માર્કેટમાંથી લોન લેતી વખતે બેંકે સિક્યોરિટી આપવી પડે છે, પરંતુ આમાં સિક્યુરિટી સરકાર દ્વારા જ આપવામાં આવે છે. મંત્રાલયે યોજના હેઠળ લોન આપવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. બેંકે વધુમાં વધુ 60 દિવસની અંદર લોનની ફાઇલનું સમાધાન કરવું જરૂરી છે.

ADVERTISEMENT

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પોતે લોન મેળવવામાં મદદ કરે છે. જેના કારણે ખેડૂતો બેંકની મુલાકાત લેતા બચી ગયા છે. જે ખેડૂત ભાઈઓએ હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તેઓ સમાચારમાં આપેલી https://agriinfra.dac.gov.in/Home લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT