શાકભાજી વેચવા માટે Audi લઈને પહોંચ્યો ખેડૂત, જોઈને હાજર લોકો ચોંકી ઉઠ્યા, જુઓ Video

ADVERTISEMENT

organic farming Kerala
ઓર્ગેનિક ફાર્મિંગ
social share
google news

Organic Farming : આજકાલ ખેતીને આવકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે આજના સમયમાં યુવા પેઢી પણ ખેતીને કારકિર્દીનો સારો વિકલ્પ માને છે અને નોકરીને બદલે ખેતીને પ્રાથમિકતા આપી રહી છે. તમે એવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે કે જેઓ ખેતીને પોતાનો શોખ માને છે અને તેમાંથી મોટી કમાણી પણ કરી રહ્યા છે. સુજીત આવા જ એક ખેડૂત છે. કેરળના રહેવાસી સુજીતે ખેતી માટે જૂની ઈમેજ બદલીને નવી વિચારસરણી રજૂ કરી છે. તેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે, જેમાં તે ખેતરમાંથી શાકભાજી વેચવા ઓટો રિક્ષામાં આવે છે, પરંતુ લક્ઝરી કાર Audi A4માં માર્કેટ પહોંચે છે.

ઓર્ગેનિક ખેતીથી મેળવે છે લાખોની આવક

સામાન્ય રીતે ખેતી એ સખત મહેનત અને ઓછી કમાણીનું કામ માનવામાં આવે છે. પરંતુ નવી ટેક્નોલોજી અને મહેનતથી હવે ખેતી પણ આવકનો સારો સ્ત્રોત બની ગઈ છે. સુજીત જેવા યુવા ખેડૂતો પરંપરાગત પદ્ધતિઓ છોડીને નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ ઓર્ગેનિક ખેતીમાંથી પણ મોટી આવક મેળવી રહ્યા છે.

સુજીત ઓડીમાં શાકભાજી વેચવા પહોંચ્યો હતો

ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા વીડિયોમાં સુજીતને ખેતરોમાં મહેનત કરતા જોઈ શકાય છે. તેઓ તેમના પાકને વેચવા માટે ઓટો રિક્ષાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમની ઓડી A4માં બજારમાં પહોંચે છે. પછી ખૂબ જ સુઘડ રીતે શાકભાજીને તાડપત્રી પર ગોઠવવામાં આવે છે અને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. તેની સારી ગુણવત્તાની શાકભાજી ઝડપથી વેચાય છે અને બધો સામાન વેચાયા બાદ તે પોતાની લક્ઝરી કારમાં પાછો ફરે છે. જેને જોઈને લોકો આશ્ચર્યની સાથે સાથે પ્રેરિત પણ છે.

ADVERTISEMENT

સુજીતની Audi A4 સેકન્ડ હેન્ડ કાર છે. ખેતીમાંથી સારી કમાણી કર્યા બાદ જ તેણે આ કાર ખરીદી છે. આ કારમાં 2.0 લીટરનું એન્જિન છે જે ખૂબ જ પાવરફુલ છે. સુજીતની વાર્તા ખેતીની બદલાતી પ્રકૃતિ દર્શાવે છે. નવી વિચારસરણી અને મહેનતથી ખેતીમાં પણ સારા પૈસા કમાઈ શકાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT