હચમચાવતી ઘટનાઃ 3 વર્ષની માસુમ સાથે અમાનવીય કૃત્ય, દુષ્કર્મનો પ્રયાસ કરતા રડવાં લાગી તો હેવાને કાપી નાખ્યું ગળું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ફરીદાબાદના સેક્ટર-58ની રાજીવ કોલોનીમાં પાડોશીએ ત્રણ વર્ષની બાળકી પર યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો. બાળકીએ ચીસો પાડતાં હેવાને બ્લેડ વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી. આ પછી મૃતદેહને થેલીમાં ભરીને બાથરૂમમાં સંતાડી દીધો. જ્યારે પોલીસ પહોંચી, ત્યારે હેવાને છત પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો. જોકે, પોલીસે 47 વર્ષીય નરાધમને ઝડપી લીધો. જાણવા મળ્યું કે મંગળવારે બાળકી ઘરની બહાર રમી રહી હતી, ત્યારે આરોપીએ બાળકીને બિસ્કીટ અને નાસ્તાના બહાને ઘરે બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

ઘરની બહાર રમી રહી હતી બાળકી

રાજીવ કોલોની રહેતી ત્રણ વર્ષની ખુશી (નામ બદલાવ્યું છે) મંગળવારે ઘરની બહાર રમી રહી હતી, જે બાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી. માતાએ ખુશીની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળી આવ્યો નહતો. જેથી માતાએ ખુશીના પિતાને આ અંગે ફોન કરીને જાણ કરી હતી, જેથી તેઓએ ઘરે આવીને ખુશીની શોધખોળ હાથ ધરી તી. ખુશીનો પત્તો ન લાગતાં રાત્રે 9 વાગ્યે સેક્ટર-58 પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરવામાં આવી હતી.

પોલીસે બાળકીની હાથ ધરી હતી શોધખોળ

જે બાદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અનૂપ સિંહ અને અન્ય પોલીસકર્મીઓએ ખુશીને શોધવાનું શરૂ કર્યું. બીજી તરફ કોલોનીના લોકો પણ તેને શોધવામાં લાગી ગયા હતા. શોધખોળ દરમિયાન જ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

ADVERTISEMENT

બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

પીડિતના ઘરની પાસેના જ એક મકાનમાં બે ભાડૂતો રહે છે. એક મજૂર તરીકે કામ કરે છે અને બીજો કંપનીમાં કામ કરે છે. કંપનીમાં કામ કરતો શખ્સ રાત્રે સાડા નવ વાગ્યે નોકરીએ ઘરે પહોંચ્યો હતો. જે બાદ તે ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો, જ્યાં તેણે એક થેલી પડેલી જોઈ. બહાર પોલીસ અને અન્ય લોકોની ભીડ હતી. તેણે પોલીસને જણાવ્યું કે બાથરૂમમાં એક થેલી પડી છે. પોલીસે લોકોની હાજરીમાં થેલી જોઈ તો તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ બાળકીની ઓળખ કરી હતી.

પોલીસે હેવાનને ઝડપી લીધો

પોલીસને ઘટનાસ્થળેથી એક બ્લેડ મળી આવી છે, જેના કારણે બાળકીની ગરદન પર બ્લેડથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. રૂમમાં રહેતા અન્ય ભાડુઆત પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસ તેને પકડીને પૂછપરછ કરે તે પહેલા પોલીસને જોઈને તે છત પર ચઢી ગયો અને કૂદી ગયો, જેના કારણે તે ઘાયલ થઈ ગયો. જોકે,પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો.

ADVERTISEMENT

નરાધમે કરી હત્યાની કબૂલાત

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અનુપ સિંહનું કહેવું છે કે, આ નરાધમે બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બાળકી રડવા લાગી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. તેણે હત્યાની કબૂલાત કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT