જાણીતા લેખક Salman Rushdie પર ન્યુયોર્કમાં થયો હુમલો

ADVERTISEMENT

Salman Rushdie
Salman Rushdie
social share
google news

નવી દિલ્હી: ન્યૂયોર્કના બફેલો પાસેના ચૌટૌકા ખાતે જાણીતા લેખક એક પ્રવચન માટે પહોંચ્યા હતા. પ્રવચન આપવાના પહેલા લેખક સલમાન રશ્દીને સ્ટેજ પર છરીના ઘા મારીને ઈજા પહોંચાડવામાં આવી છે. ‘ધ સેટેનિક વર્સીસ’ પુસ્તક લખવા બદલ Salman Rushdieને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

શુક્રવારે સવારે પ્રવચન આપતા પહેલા CHQ 2022 ઇવેન્ટ માટે સ્ટેજ પર હતા ત્યારે લેખક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોલીસે અહેવાલ આપ્યો છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ લેખક પર તેના ભાષણ પહેલા સ્ટેજ પર પહોંચ્યા બાદ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે રશ્દીના ગળામાં ચાકુ વડે ઘા કર્યો હતો. પોલીસે જણાવ્યું કે રશ્દીને તરત જ એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સલમાન રશ્દીના પુસ્તક ધ સેટેનિક વર્સીસને ઈરાનમાં 1988થી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કારણ કે ઘણા મુસ્લિમો તેને ઈશનિંદા માને છે. માત્ર એક વર્ષ પછી, ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ એક ફતવો બહાર પાડ્યો, જેમાં રશ્દીના મૃત્યુની હાકલ કરવામાં આવી. એટલું જ નહીં, ફતવામાં રશ્દીની હત્યા કરનાર વ્યક્તિને 3 મિલિયન ડોલરથી વધુનું ઈનામ આપવાની વાત પણ કરવામાં આવી છે.

ADVERTISEMENT

Salman Rushdie માટેનું ઈનામ વધારવામાં આવ્યું   
ઈરાનની સરકારે લાંબા સમયથી ખોમેનીના દૂર રાખ્યા હતા, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી હતી. વર્ષ2012 માં, અર્ધ-સત્તાવાર ઈરાની ધાર્મિક ફાઉન્ડેશને રશ્દી માટેનું ઈનામ $2.8 મિલિયનથી વધારીને $3.3 મિલિયન કર્યું.

કોણ છે Salman Rushdie? 
ભારતીય મૂળના નવલકથાકારને 1981માં ‘મિડનાઈટ ચિલ્ડ્રન’થી ખ્યાતિ મળી હતી. માત્ર યુકેમાં તેની 10 લાખથી વધુ નકલો વેચાઈ હતી. 1988માં રશ્દીનું ચોથું પુસ્તક ધ સેતાનિક વર્સિસ પ્રકાશિત થયું હતું. આ નવલકથાથી કેટલાક મુસલમાનોમાં આક્રોશ પેદા થયો હતો. તેમણે પુસ્તકની કથાવસ્તુને ઈશનિંદા ગણાવી હતી. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ હતો. પુસ્તકના પ્રકાશનના એક વર્ષ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમૈનીએ રશ્દી વિરુદ્ધ મોતનો ફતવો બહાર પાડ્યો હતો. આમ સલમાન રશ્દીને ઘણા સમયથી ધમકી મળી રહી હતી.

ADVERTISEMENT

હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ
પોલીસે લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી, જ્યારે રશ્દીએ તે સમયે ધમકીને ફગાવી દેતાં કહ્યું હતું કે આવા ઈનામમાં જાહેર હિતના “કોઈ પુરાવા” નથી. જે પછી, રશ્દીએ ફતવા વિશે જોસેફ એન્ટોન નામનું સંસ્મરણ પુસ્તકપણ પ્રકાશિત કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT