આસ્થા કે અંધવિશ્વાસ? યુવકે જીભ કાપીને માતાના મંદિરમાં ચડાવી, હવે હોસ્પિટલમાં દાખલ
લખનઉ : આજે ચંબલ અંચલમાં પ્રસિદ્ધ માતા બસૈયા મંદિરમાં વિચિત્ર ભક્તિ જોવા મળી છે. અહીં એક ભક્તે પોતાની જીભ કાપીને માતાના દરવાજા પર ચઢાવી દીધી…
ADVERTISEMENT
લખનઉ : આજે ચંબલ અંચલમાં પ્રસિદ્ધ માતા બસૈયા મંદિરમાં વિચિત્ર ભક્તિ જોવા મળી છે. અહીં એક ભક્તે પોતાની જીભ કાપીને માતાના દરવાજા પર ચઢાવી દીધી હતી. સવારે માતાના દર્શન કરવા માટે પહોંચ્યા અન્ય ભક્તોએ તેને બેહોશીની સ્થિતિમાં પડેલોજોયો તો પોલીસને માહિતી આપી હતી. પોલીસે તત્કાલ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. યુવકે માતાની ભક્તિથી પ્રેરિત થઇને પોતાની જીભ કાપી નાખી હતી કે પછી અન્ય કોઇ કારણથી તે અંગે હજી સુધી કોઇ માહિતી સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પ્રાચીન કાળીમાતાના મંદિરની બહાર જીભ ચઢાવી
જિલ્લાના માતા બસૈયા પોલીસ સ્ટેશનમાં કાળી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. સોમવારે સવારે અહીં તિવારી પુરા નિવાસી સતીષ પુત્ર મેહતાબ સિંહ જાટવ ઘરમાં માતા બસૈયા મંદિર જવાનું કહીને નિકળ્યાં હતા. તેને જતા જતા રસ્તામાં પોતાના પિતાએ કહ્યું કે, તેઓ માતાના દરબારમાં પોતાની જીભ કાપીને ચડાવશે, પરંતુ તેની વાત પર કોઇએ ધ્યાન આપ્યું નહોતું.
માનતા માની હતી કે પોતાની જીભ ચઢાવી
સતીષ અનેકવાર કહેતા રહેતા હતા કે, એક દિવસ તેઓ કાલી માતાના દરબારમાં પોતાની જીભ કાપીને ચડાવશે તે વાત પર જોર નહોતું આપ્યું. રામનિવાસ શર્મા પુજા કરવા માટે કાલી માતાના દરબારમાં પહોંચ્યા તો ત્યાં એક યુવક લોહીથી લથબથ સ્થિતિમાં પડેલો હતો. તેમણે તત્કાલ તે ઘટનાની માહિતી પોલીસને આપી દીધી હતી.
ADVERTISEMENT
હાલ યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે
સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમણે યુવકને બેહોશીની સ્થિતિમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, યુવકનું નામ સતીષ જાટવ છે. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ કંઇ પણ બોલવાની સ્થિતિમાં નથી. હાલ તો તેણે કયા કારણથી જીભ કાપી તે અંગેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT