દિલ્હીમાં ઇઝરાયેલ દુતાવાસ નજીક વિસ્ફોટ, તમામ કર્મચારી સુરક્ષીત એક પત્ર મળ્યો
Israel Embassy Explosion: ઇઝરાયેલ એમ્બેસી નજીક વિસ્ફોટના સમાચારે હલચલ મચાવી દીધી. સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. ઈઝરાયેલ એમ્બેસીમાં વિસ્ફોટના સમાચારથી સૌકોઇ ચોંકી…
ADVERTISEMENT
Israel Embassy Explosion: ઇઝરાયેલ એમ્બેસી નજીક વિસ્ફોટના સમાચારે હલચલ મચાવી દીધી. સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
ઈઝરાયેલ એમ્બેસીમાં વિસ્ફોટના સમાચારથી સૌકોઇ ચોંકી ઉઠ્યા હતા. દિલ્હીના હાઈ સિક્યોરિટી એરિયામાં સ્થિત ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટના સમાચાર સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અહીં તૈનાત પોલીસ અધિકારીઓ અને ગાર્ડના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ પાંચ વાગ્યે જોરદાર ધડાકો સંભળાયો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કહ્યું કે, અહીં કશું મળ્યું નથી. જોકે, પોલીસ ટીમને અહીંથી એક પત્ર મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે આ પત્ર રાજદૂતને લખવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ્સ જાણવા ફોરેન્સિક ટીમ પત્ર પોતાની સાથે લઈ ગઈ છે. અધિકારીઓએ પત્રનો ફોટો લઈને રાખ્યો છે. પત્ર પર એક ધ્વજ પણ દોરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઈઝરાયેલે શું કહ્યું?
ભારતમાં ઇઝરાયલી મિશનના ડેપ્યુટી હેડ ઓહદ નકાશ કૈનારે કહ્યું, “અમારા તમામ રાજદ્વારીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. અમારી સુરક્ષા ટીમ દિલ્હીની સ્થાનિક સુરક્ષા ટીમ સાથે સંપૂર્ણ સહયોગમાં કામ કરી રહી છે અને તેઓ આ મામલે વધુ તપાસ કરશે. ઈઝરાયેલ એમ્બેસીના પ્રવક્તા ગાય નીરે કહ્યું કે, અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
ફોરેન્સિક્સને શું મળ્યું?
ફોરેન્સિક ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, અમને ઘટનાસ્થળેથી કંઈ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના એક કર્મચારીએ પણ કહ્યું કે અમને કંઈ મળ્યું નથી. વધુ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
VIDEO | "Our senior officer was already at the spot when we arrived. Nothing was found here," says a fire brigade official on a reported blast near Israel Embassy in Delhi. pic.twitter.com/CwTACaENC0
— Press Trust of India (@PTI_News) December 26, 2023
સાક્ષીએ શું કહ્યું?
ઈઝરાયલ એમ્બેસી પાસે સ્થિત સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે તેણે જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. તેજુ ચિત્રીએ કહ્યું, “અમે લગભગ પાંચ અવાજો સાંભળ્યા. તે ખૂબ જ તીવ્ર આવાજો હતા. જ્યારે અમે બહાર આવ્યા તો જોયું કે ઝાડની નજીકથી ધુમાડો નીકળી રહ્યો હતો.
VIDEO | "I heard a blast at about 5 pm. I came outside and saw smoke coming out from near a tree. It was a loud blast," says Teju Chitri, security guard of Central Hindi Training Institute on reported blast near Israel Embassy in #Delhi. pic.twitter.com/6PtWpqfICN
— Press Trust of India (@PTI_News) December 26, 2023
દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે જણાવ્યું કે, અમને સાંજે 5.53 વાગ્યે ફોન આવ્યો હતો. વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરીને શોધખોળ ચાલુ છે. વધુ તપાસ ચાલુ છે.
Delhi Police finds letter addressed to Israeli ambassador near 'explosion' site behind Israel embassy premises, say police sources
— Press Trust of India (@PTI_News) December 26, 2023
સુરક્ષા કર્મચારીઓ હાઈ એલર્ટ પર
પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી દૂતાવાસની આસપાસ સુરક્ષા કર્મચારીઓ હાઈ એલર્ટ પર છે. હમાસે 7 ઓક્ટોબરની સવારે રોકેટ હુમલો કરીને ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારથી યુદ્ધ ચાલુ છે.
અગાઉ પણ વિસ્ફોટ થયો હતો
આ પહેલા પણ ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટ થયો હતો. જાન્યુઆરી 2021માં ઓછો વિસ્ફોટ થયો હતો. જેમાં કેટલીક કારને નુકસાન થયું હતું. આમાં કોઈને ઈજા થઈ નથી. આ પહેલા ફેબ્રુઆરી 2012માં અહીં એમ્બેસીમાં કારની નીચે બોમ્બ મુકવામાં આવ્યો હતો, જેમાં રાજદ્વારીની પત્ની ઘાયલ થઈ હતી.
VIDEO | "This evening several minutes after 5, an explosion occurred in close proximity of the Embassy. All our diplomats and workers are safe. Our security teams are working in full cooperation with local Delhi security and they will investigate the matter further," says… pic.twitter.com/HlHeslVbRq
— Press Trust of India (@PTI_News) December 26, 2023
શું છે મામલો?
દિલ્હી પોલીસને મંગળવારે સાંજે નવી દિલ્હી જિલ્લામાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોલ સાંજે 5.53 વાગ્યે આવ્યો હતો. દિલ્હી પોલીસના પીસીઆર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT