મોંઘું પેટ્રોલ, ડીઝલ અને CNG બનશે ભૂતકાળ, ઓગસ્ટમાં આવી રહી છે ઇથેનોલ કાર
નવી દિલ્હી: હવે પેટ્રોલની જરૂર નહીં પડે કે ડીઝલ કે સીએનજી જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી આ કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે.…
ADVERTISEMENT
નવી દિલ્હી: હવે પેટ્રોલની જરૂર નહીં પડે કે ડીઝલ કે સીએનજી જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી આ કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ઇથેનોલ પર ચાલતી કાર બજારમાં આવશે. ભાજપે આજે શુક્રવારે મુંબઈમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. મોદી @9 અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ આ માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં આ તમામ નેતાઓ કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી રહ્યા હતા. આ સંદર્ભમાં નીતિન ગડકરીએ છેલ્લા નવ વર્ષમાં ભારતે કેટલી પ્રગતિ કરી છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે ઓગસ્ટ મહિનાથી ઇથેનોલ પર ચાલતી કાર પણ બજારમાં આવી રહી છે.
બાઇક પણ આવશે માર્કેટમાં
નિતીન ગડકરીએ કહ્યું કે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી ન માત્ર કાર પણ બાઈક પણ બજારમાં ઉપલબ્ધ થશે. આ રીતે હવે ગ્રાહકો માટે ઈથેનોલથી ચાલતી કાર અને બાઇક લોન્ચ થશે. ટોયોટા કંપની આ ગાડીઓને લોન્ચ કરવા જઈ રહી છે. આ ગાડીઓ 100% બાયો ઈથેનોલથી ચાલશે. સારી વાત તો એ છે કે ઈથેનોલ, પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ પડશે અને પ્રદૂષણ પણ નહીં થાય.
ADVERTISEMENT
કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે ભારતના 37 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. પીએમ કિસાન યોજના દ્વારા દરેક ગામના ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં આવ્યો. 9.6 કરોડ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. જન ધન યોજના હેઠળ 49 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણથી સાડા ત્રણ કરોડ લોકોને ઘર આપવામાં આવ્યા. આ યોજનાઓ તમામ ગરીબ નાગરિકોને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે.
ADVERTISEMENT