EXCLUSIVE: અદાણી અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી સ્પષ્ટતા
Budget Aajtak 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે, સરકારના કહેવાથી બેંક અને LIC ક્યારે પણ રોકાણ નથી કરતા. એટલા માટે અદાણી મુદ્દે સરકારની કોઇ…
ADVERTISEMENT
Budget Aajtak 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે, સરકારના કહેવાથી બેંક અને LIC ક્યારે પણ રોકાણ નથી કરતા. એટલા માટે અદાણી મુદ્દે સરકારની કોઇ ભુમિકા નથી હોતી. જ્યાં સુધી દેશની અર્થવ્યવસ્થાની વાત છે તો સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે કે, આ સંકટના દોરમાં ભારત ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.
બજેટ આજતક (Budget Aajtak 2023) કાર્યક્રમમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, આરોપ લગાવવો સરળ છે. સોશિયલ સ્કીમ્સના ફંડમાં ઘટાડો કરવામાં આવશે. સોશિયલ સ્કીમ્સનું ફંડ ઘટાડવામાં આવ્યું નથી. ડિમાંડ અનુસાર ફંડનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. પીએમ આવાસ યોજનાના ફંડમાં 66 ટકા વધારવામાં આવ્યું છે. શું તેનો ફાયદો તમામ લોકોને નહી મળે?
આ ઉપરાંત તેમણે કહ્યું કે, બજેટને ચૂંટણી બજેટનો રંગ આપવો ખોટી વાત છે. વિરોધ કરનારા તો કરતા રહેશે. કંઇ પણ કરો તો ખોટું છે, કંઇ ન પણ કરો તો પણ ખોટું છે. આને ચૂંટણી બજેટ કઇ રીતે કહી શકો છો. ગત્ત વર્ષે પણ ઘર બન્યું હતું. આ વર્ષે પણ ઘર બનશે. યોગ્ય સ્થળ પર ખર્ચ કરવું યોગ્ય બજેટ કહેવાય છે. લઘુમતી પંચના બજેટમાં ઘટાડો મંત્રાલયની ભલામણ બાદ કરવામાં આવ્યું છે. જો કે તેની અસર યોજનાઓ પર નહી પડે.
ADVERTISEMENT
અદાણી મુદ્દે નાણામંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં તમામ લોકોના નિવેદનો આવી ચુક્યાં છે. LIC અને SBI બંને સ્પષ્ટતા કરી ચુક્યા છે. જે જગજાહેર છે. સરકાર ક્યારે પણ કોઇ સંસ્થાને રોકાણ કરવા અંગે નથી કહેતી. જો કોઇ પ્રાઇવેટ બેંક રોકાણ નથી કરી રહી તો તે તેનો નિર્ણય છે. જ્યાં સુધી સરકારી બેંકોની શું હાલત છે તેના માટે SBI ના ત્રિમાસિક પરિણામોને જોઇ શકો છો. બેંકોનો નફો વધી રહ્યો છે, NPA ઘટી રહ્યું છે.
સીતારમણે કહ્યું કે, અદાણી મુદ્દે સેબી પોતાનું કામ કરી રહી છે. ગત્ત દિવસોમાં નિવેદન પણ સામે આવી ચુક્યા છે. સરકારની તેમાં કોઇ જ ભુમિકા નથી. અકારણ શેરબજારમાં દબાણ બનાવી શકાય નહી. જો કોઇ રેગ્યુલેટરી સતત બજારને કહે તે સારુ થયું, આ ખરાબ થયું તો પછી તેના કારણે બજારની ચાલ પર અસર પડે છે. સમય સાથે એજન્સી કામ કરી રહી છે. આરબીઆઇનું પણ અદાણી અંગે નિવેદન આવી ચુક્યું છે. તે અંગે વધારે કહેવું યોગ્ય નથી.
ADVERTISEMENT
મોંઘવારી પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મોંધવારીનો દર જ્યારે ગત્ત મહીને અચાનક ઘટીને 5.8 ટકા પર પહોંચી ગઇ તો તેનાથી બધા જ ચોંકી ગયા. જ્યાં સુધી રોજગારની વાત છે તો સ્કીલ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ઇંફ્રા પર પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જે સ્પષ્ટ રીતે રોજગાર સાથે જોડાયેલો છે. ખેડૂતો માટે અનેક પગલા ઉઠાવાયા છે, ખેડૂતોની વિજળી ખર્ચને ઘટાડવા માટે સૌર ઉર્જાની વ્યવસ્થા કરાવાઇ છે. ખેડૂતોની આવક બમણ કરવાનું વચન આપ્યું તે જરૂર પુર્ણ કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT